<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

વોર્ડ નં. ૩માં રૂા. ૧.રર કરોડના ખર્ચે ડ્રેનેજ મિકેનીકલની વોર્ડ ઓફિસ બનાવાશે

રાજકોટ : રાજકોટ શહેરના વોર્ડ નં.૦૩માં રૂ.૧.૨૨ કરોડના ખર્ચે બેડીનાકા ખાતે ડ્રેનેજ મિકેનીકલની વોર્ડ ઓફિસ બનાવવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

આ કામો મંજુર કરવા બદલ ડેપ્‍યુટી મેયર તથા વોર્ડ નં.૦૩ના કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી અને અલ્‍પાબેન દવે દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(3:55 PM IST)