<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

વોર્ડ નં.૧૪માં આંગણવાડી તથા બ્રિજ બનાવવા રૂા. ૮૯ લાખ મંજૂર

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૪માં રૂ.૨૬.૮૧ લાખના ખર્ચે લક્ષ્મીવાડી શેરી નં.૧૬ તથા શેરી નં.૭ નાં ખૂણા સામે આવેલ લક્ષ્મીવાડી કવાર્ટરની જગ્‍યામાં (ફેન્‍સીંગ બાંધેલ જગ્‍યા) આંગણવાડી બનાવવાનું કામ તથા વોર્ડ નં.૧૪માં રૂ.૬૨.૩૮ લાખના ખર્ચે કેનાલ રોડ પર આવેલ કેવડાવાડી શેરી નં.૨૨ને જોડતો બ્રિજ બનાવવાનું કામ આમ કુલ રૂ.૮૯.૧૯ લાખના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

આ કામો મંજુર કરવા બદલ આરોગ્‍ય સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતનભાઈ પટેલ, સેનિટેશન સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર નિલેશભાઈ જલુ, કોર્પોરેટર ભારતીબેન મકવાણા અને વર્ષાબેન રાણપરા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(3:55 PM IST)