<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

વોર્ડ નં. ૦રમાં સી.સી. રોડ ડેવલપ થશે : ર.૬૯ કરોડનો ખર્ચ મંજુર

બજરંગવાડી વિસ્‍તારમાં લોકોને અપ્રોચ રોડ મળશે : ડો. દર્શીતાબેન, મનીષભાઇ, મીનાબા દ્વારા સમસ્‍યાનો હલ કરાયો

 રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૨માં રૂ.૨.૬૯ કરોડના ખર્ચે  ટી.પી.૯ પૈકી મોચીનગર હોલ સામેનો ૧૨.૦૦ મી. ટી.પી. રસ્‍તો (સી.સી. રોડ) ડેવલપ કરવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

આ કામ શીતલ પાર્ક મેઇન રોડથી એચ.સી.જી. હોસ્‍પિટલ રોડને જોડતો મુખ્‍ય રોડ હોવાથી બજરંગવાડી વિસ્‍તારના રહેવાસીઓને અવરજવર માટે અપ્રોચ રોડની સુવિધાનો લાભ મળશે.

આ કામ મંજુર કરવા બદલ ધારાસભ્‍ય તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર ડૉ.દર્શિતા શાહ, શાસક પક્ષ દંડક તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડિયા અને કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડીંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે

(3:56 PM IST)