News of Wednesday, 30th October 2024
ફટાકડા બજારમાં રોનકઃ આ વખતે ૧પ થી ર૦ ટકા ભાવ વધારો
૭ સે.મી.થી લઇ ૧૦૦ સે.મી. સુધીની ફુલઝર : જાયન્ટ કોઠી, ડીલકસ, સુપર ડીલકસ જેવા ફલાવર પોટસ : ફુલઝર, જમીનચક્કર, રોકેટ, ફલાવર પોટસ, શંભુ, બોંબ, પોપપોપ સહીતના ફટાકડાઓમાં ઢગલાબંધ વેરાયટીઓઃ ફટાકડા બજારમાં ઘરાકી સારીc

રાજકોટ, તા. ૩૦ : દિવાળીના તહેવારમાં બીજી વસ્તુની જેમ, ફટાકડાનું પણ ખુબજ મહત્વ છે. નવા વર્ષની ઉજવણી અને વિતેલા વર્ષમાં આનંદ લોકો ફટાકડા ફોડી ઉજવે છે. નાના બાળકોથી લઇ, મોટેરાઓનો આ તહેવાર લોકો ધામધુમથી મનાવે છે. આ વર્ષે ફટાકડામાં તો ખાસ કોઇ વધારો નથી.
રાજકોટના ઉત્સવપ્રેમી લોકોને તહેવારના આનંદ માટે મોંઘવારી કે ભાવવધારો નડતો નથી શિવાકાશીમાં આ વર્ષે, વરસાદ તેમજ કાચા માલની અદ્યતને કારણે ઉત્પાદન ઓછુ થવાથી માલની અછતને જોવા મળી રહી છે. આ વર્ષે નવરાત્રી દરમ્યાન વરસાદ આવતા વેપારીઓ ચિંતામાં હતા પરંતુ હાલ ઘરાકી ખુબ જ સારા પ્રમાણમાં હોવાથી વેપારીઓ ખુશખુશાલ છે.
નાના બાળકોની આઇટમમાં રૂા. પ થી માંડી ૩૦૦ રૂા. સુધીની ફુલઝર મળે છે. નાની-નાની ફુલઝર ૭ સે.મી. થી લઇ ૧૦૦ સે.મી. સુધી આવે છે.
ફુલઝરમાં સાદી, રેડ, ગ્રીન, ફોર કલર, ફાઇવ ઇન વન, મસાલામીક્ષ, ઓરેન્જ, સીલ્વર ડ્રોપ, બ્લુ, વ્હાઇટ, પીન્ક ક્રેકલીંગ વગેરે વેરાયટીમાં ફુલઝર આવે છે.
જમીન ચકકરમાં, સ્મોલથી લઇ જાન્ટ ચક્કર આવે છે. જેમાં રેડ ગ્રીન, સ્વસ્તીક વીલ, મ્યુજીક વીલ, વ્હીસ્લીંગ વીલ જેમાં સીટી વાગે છે, ડાન્સીંગ વીલ, ફલોરાવીલ જેવી વેટાયટીઓ આવે છે. ક્રેકસો ટેટામાં ચકલી, છોટાભીમ, ડ્રેગન, ટુસાઉન્ડ, પ્રીસાઉન્ડ વગેરે વેરાયટીએ આવે છે. આકાશની આતસબાજીમાં, ૭ શોટથી લઇ હજાર શોટ સુધીની આઇટમ આવે છે. જેમાં શાકાબાટા, ફેસબુક, વોટસએપ, પાયરો ગાર્ડન, સુપર રીસે, સુપ્રીમો, ૧૦પ કલરવોવ રેડરોઝ, બેબીલેન્ડ વગેરે અસંખ્ય વેરાયટીઓ આવે છે.
આકાશમાં એકધારા આતસબાજીમાં ર૪૦ શોટ, પ૦૦ શોટ, ૧૦૦૦ શોટ વગેરે લાંબો સમય એકધારા ચાલે છે. જેમાંથી શોટની સાથે ડીઝાઇન પણ બને છે.
ફલાવર, રેડગ્રીન, જાયન્ટ કોઠી, ડીલકસ, સુપર ડીલકસ, યલોકલર, હેપીનેશ, સાયરન વાધા શંભુ વગેરે વેરાયટીઓ આવી છે.
પેન્શીલમાં વ્હીસ્લીંગ જેમાંથી સાયરન જેવો અવાજ આવે છે તે પણ ખુબ જ ચાલે છે. બોમ્બમાં માર્શલ, આંધી તૂફાન, વીઆઇપી, જીપ્સી વગેરે ખુબજ વેરાયટીમાં આવેલ છે. રોકેટમાં ટુસાઉન્ડ, કલર રોકેટ, થ્રી રાઉન્ડ, પ્રેરાશૂટ રોકેટ રોહીલી રોકેટ, લુઝક, નવરંગ ચેહેર વગેરે વેરાયટીઓ આવે છે.
આશાપુરા રોડ ઉપર આવેલા દાયરાઓ જુના વેપારી, ઋતુરાજ સીઝન સ્ટોર્સવાળા હરેશભાઇ કારીયા ત્થા પીન્ટુભાઇ કારીયા વધુમાં જણાવે છે કે ઘરાકી અત્યારે ખુબ જ સારી છે. અને ધોકાને લીધે બે દિવસ લાભ મળશે જેથી દિવાળીની સક્ષમ ખુબજ સરસ જાશે તેવો આનંદ હોવાનું જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૯.૩૯)
(3:56 PM IST)










