તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 30th October 2024
વોર્ડ નં. ૧૧માં ટ્રાફીક સમસ્યા હળવી બનશેઃ કણકોટ તથા પાળ રોડ પર ડીવાઇડર બનાવાશે
ઉપરાંત રૂા. ૭૩.૧૯ લાખના ખર્ચે ચાંપણીયાની દીવાલ કરવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં રૂ.૬૩.૩૫ લાખના ખર્ચે વોર્ડ નં.૧૧માં કણકોટ રોડ તથા પાળ રોડ પર સેન્ટ્રલ લાઇન ડીવાઇડર નાખવાનુ કામ, રૂ.૭૩.૧૯ લાખના ખર્ચે વોર્ડ નં.૧૧માં ટી.પી.ર૮ ના અનામત પ્લોટમાં ચાંપણીયાની દિવાલ કરવાનું કામ આમ કુલ રૂ.૧.૩૬ કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામો મંજુર કરવા બદલ શાસક પક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા અને વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ.
(3:59 PM IST)










