તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
વોર્ડ નં. ૧૮ ના રસ્તા ટનાટન બનશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮મા રૂ.૨.૪૮ કરોડના ખર્ચે ઢેબરભાઈ રોડ(નેહરુનગર રોડથી રાજકમલ ફાટક) સુધીના રોડને ડામર રીકાર્પેટ કરવાનું તથા વોર્ડ નં.૧૮માં રૂ.૩૮.૪૯ લાખના ખર્ચે ટીપી સ્કીમ નં.૧૩ (કોઠારીયા), ફા. પ્લોટ નં.૧૨/૪/સી, ગાર્ડન હેતુના પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ આમ કુલ રૂ.૨.૮૬ કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા અને સંદીપભાઈ ગાજીપરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ છે.
(4:00 PM IST)










