<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

મનપામાં વિવિધ જગ્‍યામાં પસંદગી પામેલ ૮૦ ઉમેદવારોને નિમણુક પત્ર એનાયત

મલ્‍ટીપર્પઝ હેલ્‍થ વર્કર અને ડેપ્‍યુટી ચીફ એકાઉન્‍ટન્‍ટ તરીકે પસંદગી પામેલને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા આવકાર

રાજકોટ તા. ૩૦ : ગુજરાત સરકારશ્રીના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા શહેરી વિસ્‍તારમાં આરોગ્‍ય સેવાનું માળખું સુદ્રઢ બનાવવાᅠઅર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર અને અર્બન કોમ્‍યુનિટી હેલ્‍થ સેન્‍ટર માટેᅠસરકારશ્રીની ૧૦૦% ગ્રાંટ આધારિત નવી જગ્‍યાઓનું મહેકમ તબક્કાવાર મંજુર કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મંજુર મહેકમ પૈકી ઙ્કમલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કરઙ્ઘની ૧૧૭ જગ્‍યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. આ જગ્‍યા પર નિયત ભરતી પ્રક્રિયા બાદ એસ.ઈ.બી.સી. કેટેગરીમાં પસંદગી પામેલ ૭૯ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર ચકાસણી માટે સરકારના વિભાગમાં મોકલવામાં આવેલ હતા. સરકારશ્રીના વિભાગ દ્વારા જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરી મહાનગરપાલિકાને આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવેલ હતા. ᅠ

ધનતેરસના પાવન દિવસે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયાના હસ્‍તે ૭૯-મલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કરᅠઅને ૧-ડેપ્‍યુટી ચીફ એકાઉન્‍ટન્‍ટની જગ્‍યા પર પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્‍યા. બાદમાં, આ તમામ ઉમેદવારોને નોકરી મળવા બદલ શુભેચ્‍છા આપવામાં આવી અને નોકરી પ્રમાણિકતાથી, શિસ્‍તબદ્ધ રીતે કરવા અને રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્‍ટ્‍સ અને સેવાઓમાં અમૂલ્‍ય યોગદાન આપવા જણાવવામાં આવ્‍યું છે

(4:01 PM IST)