તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
ત્રણ કરોડની ઠગાઇમાં જુનાગઢ ઝાલણસરના વિજયપ્રકાશ ઉર્ફ વી.પી. સ્વામીની ધરપકડઃ રિમાન્ડ માટે રાજકોટ કોર્ટમાં રજૂ
ગોૈશાળા અને પોઇચા જેવુ મંદિર બનાવવા જમીન ખરીદીના નામે ઠગાઇ થઇ હતી

રાજકોટઃ શહેરના નવલનગરના જમીન મકાનના ધંધાર્થી તથા તેમના ભાગીદાર સાથે ગોૈશાળા અને પોઇચા જેવુ મંદિર બનાવવા માટે જમીનની ખરીદીના નામે ૩ કરોડ ૪ લાખની ઠગાઇ મામલે ભક્તિનગર પોલીસમાં નોંધાયેલા કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા ચાલી રહી હોઇ આ ગુનાના સુત્રધાર એવા જુનાગઢના ઝાલણસરના સ્વામી વિજયપ્રકાશ ઉર્ફ વી.પી. સ્વામીની સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે આ સ્વામીને રાજકોટની કોર્ટમાં રિમાન્ડ માંગણી સાથે રજુ કરવાની કાર્યવાહી થઇ હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચાર સ્વામી સહિતની ટોળકી સામે મંદિર અને ગૌશાળાની ખરીદી કરવાના નામે ૩.૦૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ રાજકોટમાં નોંધાયા બાદ આજે આ પ્રકરણનાં મુખ્ય સુત્રધાર એવા જૂનાગઢના ઝાલણસરનાં સ્વામી વિજય-કાશ ઉર્ફે વી.પી. સ્વામીની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. વી.પી. સ્વામીની ધરપકડ બાદ આજે રાજકોટ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ થઇ હતી જે તસ્વીરમાં જોઇ શકાય છે.
ઉલ્લેખનિય છે કે સ્વામિનારાયણ સં-દાયનાં સાઘુ વી.પી. સ્વામી (વિજય -કાશ સ્વામી) જે.કે. સ્વામી (જયકળષ્ણ) એમ.પી. સ્વામી અને વી.પી. સ્વામી સહિત લાલજી ઢોલા, સુરેસ, ભુપેન્દ્ર અને વિભસિંહ નામના શખસો વિરુદ્ધ રાજકોટનાં ભક્તિનગર પોલીસ મથકમાં ૩.૦૪ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં આ શખસોએ પોઈચા જેવું મંદિર બનાવવાના નામે મોટું વળતર મળશે તેવી લાલચ આપીને જમીનની ખરીદી કરી હતી. ત્યારબાદ નાણાં ચૂકવવામાં ગલ્લા તલ્લાં કરવામાં આવતા ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ સ્વામીના સાગરિત લાલજી ઢોલાને સુરતથી ઝડપી લીધો હતો.
આગળની તપાસ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગનરે તપાસ સોંપવામાં આવતા જે.કે. સ્વામી ઝડપાઈ ગયા બાદ આજે આ પ્રકરણનાં મુખ્ય સૂત્રધાર એવા જૂનાગઢનાં ઝાલણસરનાં સ્વામી વિજય પ્રકાશ ઉર્ફે વી.પી. સ્વામીની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટનાં જમીન લે-વેચના ધંધાર્થી જસ્મીનભાઈ માઢકની ફરિયાદનાં આધારે વી.પી સ્વામીની ધરપકડ થયા બાદ આજે રાજકોટની કોર્ટમાં રીમાન્ડ માટે રજૂ કરવાની કાર્યવાહી થઇ હતી.
(4:50 PM IST)










