તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
લોકશાહીના પિતાતુલ્ય સર્જક, દેશને લોકતાંત્રિક શાસન પદ્ધતિની ભેટ ધરનાર સરદાર પટેલ લોકોના マદય ઉપર આજે પણ રાજ કરે છે
૫૬૩ રજવાડાના વિલીનીકરણ દ્વારા વિશ્વની સોૈથી મોટી :ભારત નિર્માતા સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મજયંતિએ રાજુભાઇ ધ્રુવ દ્વારા ભાવવંદના-ભાવાંજલી

રાજકોટઃ અખંડ ભારતનાં શિલ્પી સરદાર પટેલે ભારત ની એકતા અખંડિતતા અને સર્વભોમિક્તા માટે ટૂંકાગાળા માં જે મહાન કાર્ય કર્યું એનો જોટો દુનિયાં નાં ઇતિહાસ માં શોધવો મુશ્કિલ છે. લોકો ને એવું કહેતા સાંભળ્યા છે કે કાશ! સરદાર હોત તો? સરદાર હોત તો કાશ્મીર નાં પ્રશ્નોનો ઉકેલ કયારનોય આવી ગયો હોત સરદાર ની ઉપેક્ષા થઈ હોવા છતાં સરદારનું જીવન આ કાર્યો પ્રેરક છે એમાં શંકાને સ્થાન નથી સરદાર ઓછું બોલતા અને કામ વધુ કરતા હતા. જે દૂરંદેશીતાથી એમણે સાર્વભૌમિક ભારતનું સપનું સાકાર કરવા પોતાની નીતિનો મક્કમપણે અમલના કર્યો હોત તો આજે ભારતમાં કેટલા બધા રજવાડા હોત!
ભાજપના સોૈરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા રાજુભાઇ ધ્રુવએ એક યાદીમાં જણાવ્યું છે કે, ગંગા નદી વિશેનું ગૌરવગાન ગાતા કાકાસાહેબ કાલેલકરે આમ લખ્યું છે ગંગા કશું ન કરત અને એકલા દેવવ્રત ભીષ્મ ને જન્મ આપત તો પણ ભારતવાસીઓની માતા તરીકે આજે પણ પ્રખ્યાત હોત લોકમાતા ગંગા વિષેનું આ વિધાન સરદાર પટેલ વિષે પણ બંધ બેસતું છે એમાં માત્ર થોડાક શાબ્દિક ફેરફાર જ કરવો પડે એવું ભાવાત્મક અને ઐતિહાસિક મૂલ્ય તો એનું એ જ રહે છે સરદારે બીજું કઈક ન કર્યું હોત અને માત્ર દેશી રાજ્યો નાં એકત્રીકરણ નું એકજ કામ કર્યું હોત તો પણ ભારત નાં ઇતિહાસ માં એમનું આ યોગદાન ચિરંજીવી બની રહ્યું હોત સરદારનો નશ્વર દેહ આજે આપણા વચ્ચે નથી પણ આ દુનિયા ની કોઈ એવી તાકાત નથી કે જે તેમની કીર્તિ ને ઓછી કરી શકે. કોઈ અદભુત પ્રેરણા હિમ્મત આત્મવિશ્વાસ અને તાકાત વલ્લભભાઈનાં રૂપે સાકાર દેહમાં અવતર્યા હતા તેમના જેવું બીજું વ્યક્તિત્વ આપણને જોવા મળે તેમ નથી.
આજે ૩૧મી ઓક્ટોબર એટલે દેશની લોકશાહી, એકતા અને અખંડિતતાના પિતાતુલ્ય સર્જક- લોખંડી પુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ. સરદાર સાહેબની શબ્દવંદના કરતા સૌરાષ્ટ્ર- ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, મુગલોના પહેલાથી માંડીને બ્રિટિશરો સુધીના વિદેશી આક્રમણખોરો- શાસકો-તાનાશાહોના પગ તળે હજારો વર્ષની ગુલામી તેમજ અનેક ક્રૂર યાતનાઓ વેઠનાર ભારતની પ્રજાને અંગ્રેજ સરકાર-દેશી રાજાશાહીથી મુક્ત કરી વિશ્વની સૌથી મોટી સંસદીય લોકશાહી તરીકે અખંડ ભારતની ભેટ ધરનાર સરદાર પટેલના દેશની રચનામાં અતુલ્ય યોગદાનની કોંગ્રેસ પાર્ટી અને તેની તમામ સરકારોએ હંમેશા ઉપેક્ષા જ કરી છે.
મહાન સરદાર પટેલ હોય વીર સાવરકર હોય નેતાજી સુભાષચંદ્ર બોઝ હોય કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી હોય કે શ્રી ડો. બાબાસાહેબ આંબેડકર હોય કોંગ્રેસે એક નહેરુ-ગાંધી પરિવાર સિવાયના દરેક રાષ્ટ્રભક્તોને અન્યાય કરવાનું અક્ષમ્ય કામ કર્યું છે. જો જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પક્ષે સરદાર સાહેબની ઉપેક્ષા, અવગણના અને અવહેલના ન કરી હોત તો આજે ભારતે યુરોપના દેશોથી પણ ઘણી વધુ પ્રગતિ કરી હોત અને ચીન તિબેટ સહિત ભારત ના પૂર્વ વિસ્તારના મોટા પ્રદેશને પચાવી પડ્યો ના હોત કે કાશ્મીરના સળગતા પ્રશ્નનું અસ્તિત્વ જ રહ્યું ન હોત. સરદાર પટેલ જવાહરલાલ નહેરુની તેજોદ્વેષ ભરેલી ઈર્ષ્યા અને રાગદ્વેષભરી નીતિઓનો ભોગ બન્યા હતા અને આઝાદી પછી જીવ્યા ત્યાં સુધી તેમને ડગલે ને પગલે અપમાન સહન કરવું પડ્યું હતું. સરદાર સાહેબ સાથે તેમના પરિવારજનોને પણ કોંગ્રેસની રાગદ્વેષભરી નીતિઓનો ભોગ બનવુ પડ્યું હતું. સરદાર સાહેબની અંતિમ યાત્રામાં હાજરી આપવાની રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ ને પ. નહેરુએ ના પાડી દીધી હતી અને પં. નેહરુ ની સૂચના ની ઉપરવટ જઈ સરદાર પટેલ ના નિકટ ના સાથીદાર તરીકે અંતિમક્રિયામાં સામેલ થયા હતા.
દેશના ભાગલા પડ્યા ત્યારે સરદાર પટેલે આગવી સૂઝ-બૂઝ અને રાજકીય કૂનેહ વાપરીને ૫૬૩ રજવાડાંઓનું વિલિનીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું અને ભારતને મહાન રાષ્ટ્રનો ઘાટ આપ્યો હતો. જો ગાંધીજીએ પં. જવાહરલાલ નહેરુ પ્રત્યેના ધૂતરાષ્ટ્ર પ્રેમના કારણે સરદાર પટેલ ને અન્યાય કર્યો. પોતાના ભેદભાવભર્યા હઠાગ્રહ ના બદલે કોંગ્રેસી કમીટીઓ ના બહુમતી મતો ના લોકતાંત્રિક નિર્ણય દ્વારા ન્યાયોચિત રીતે પં. નહેરુના બદલે સરદાર પટેલને વડાપ્રધાન બનવા દીધા હોત તો આજે દેશનો ઇતિહાસ અને રાષ્ટ્રની સિકલ સુરત જુદાં જ હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જોકે હવે સરદાર પટેલના અધૂરા કાર્યો તથા અપૂર્ણ સપના ના એક ભારત શ્રેષ્ઠ ભારત-સંપૂર્ણ વિકસિત ભારતનું નિર્માણ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:26 PM IST)










