તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ધોધાવદરમાં શનિવારે સંતશ્રી દાસીજીવણ સાહેબની ર૭પમી પુણ્યતિથિ ઉત્સવ
સાધુ સંતની સંગત કરી લે, ગુરૂની સેવાનો તો ખરી, દાસીજીવણ સંત ભીમને ચરણે જનમ જાય ટળી નેજારોહણ-સંતોના સામૈયા-આરતી પૂજન-મહાપ્રસાદ-સંતવાણી : સંતો મહંતોની ઉપસ્થિતિ

રાજકોટ : ધોધાવદર મુકામે આવેલ સુપ્રસિધ્ધ સંતશ્રી દાસીજીવણ સાહેબની જગ્યા ખાતે તા. ર નવેમ્બરના શનિવારે સંતશ્રી દાસીજીવણ સાહેબની જગ્યા ખાતે તા. ર નવેમ્બરના શનિવારે સંતશ્રી દાસીજીવણ સાહેબની ર૭પ મી પૂણ્યતિથી ઉત્સવ ઉજવાશે. તેમ મહંત શ્રી દિપકરામબાપુ મો. ૯પ૭૪૦ ૯૯૬ર૪ એ જણાવ્યું હતું.
તેઓએ જણાવેલ કે તા. ર ના શનિવારે સાંજે ૪ વાગયે નેજારોહણ ૪:૩૦ વાગે સંતોના સામૈયા નિકળશે. સાંજે ૭ વાગે આરતી પૂજન, ૭:૩૦ મહાપ્રસાદ બાદ રાત્રીના ૧૦ વાગ્યાથી આયોજીત સંતવાણીના કાર્યક્રમમાં કલાકારો હેમતભાઇ પરમાર, નૈતિક વ્યાસ (છોટેરાદાસ), પ્રિતીબેન વાઝા, (મિતલ કલોલા) (બેબી મિતલ), જીતુભાઇ વાળા (સાહિત્ય કલાકાર) તથા સાજીંદાગ્રુપ જમાવટ કરશે.
આ પ્રસંગે ગુરૂગાદી મહંતશ્રી મનુબાપુ ગુરૂશ્રી પુરણદાસબાપુ-ભીમ સાહેબની જગ્યા (મેંગણી), શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ગોરધનબાપા -ઉગારામદાદાની જગ્યા-બાંદરા (સોનલમા આશ્રમ), શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી સીતારામબાપુ-લોહલંગરી ચૈતન્ય સમાધિ ગોંડલ, મહંતશ્રી વિજયબાપુ-સંતશ્રી વાઘ-વિરમ સાહેબની જગ્યા (વાછરા), મહંતશ્રી ચંદુબાપુ દેશાણી શ્રી ખીજડાવાળા મામાદેવ મંદિર ગોંડલ, મહંતશ્રી વિનોદગીરીબાપુ-સદ્્ગુરૂ સનાતન આશ્રમ ભજનગઢી ગુપ્તાનગર અમદાવાદ, મહંતશ્રી રવજીબાપુ, ઇશ્વરીયા મામા સરકારની જગ્યાઅ આશીર્વચન પાઠવશે.
આ ધાર્મિક કાર્યક્રમ માટે દાતા રમેશભાઇ ધડુક (પૂર્વ સાંસદ, પોરબંદર) અને રાજદિપ સિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા-રીબડા (આરએઆર ફાઉન્ડેશનના સ્થાપક)નો સહયોગ મળેલ છે.
તસ્વીરમાં સંતશ્રી દાસીજીવણ સાહેબની જગ્યા-ધોધાવદરના મહંત શ્રી દિપકરામબાપુ, તેમજ પ્રવિણભાઇ બોરીચા -બીલીયાળા, રૂડાભાઇ મકવાણા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:04 PM IST)










