News of Thursday, 31st October 2024
ખોરાણા નજીક રેલવેના પાટા પાસે અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી
પાટા રીપેર કરતા મજુરોને દુર્ગધ આવતા ખબર પડીઃ યુવાનના ડાબાહાથમાં અંગ્રેજીમાં વિશાલ અને જમણા હાથમાં મા ત્રોફાવેલઃ વાલીવારસની શોધ

રાજકોટ તા.૩૧ : કુવાડવા નજીક ખોરાણા ગામ પાસે રેલવેના પાટા પાસે એક અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી આવતા કુવાડવા રોડ પલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ખોરાણાગામ નજીક રેલવેનાપાટા પાસે બે દિવસ પહેલા મજુરો પાટા રીપેર કરવાનું કામ કરતા હતા. ત્યારે દુર્ગધઆવતી હોઇ મજુરોએ ત્યાં જઇને જોતા આશરે ૩પ વર્ષના અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ જોવા મળતા તુરત જ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આઇ.એ.ભટ્ટી સહિત સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહને ફોરેન્સીક પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક યુવાને કાળા કલરનું ટુંકી બાય વાળુ ટી-શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમજ તેના ડાબા હાથમાં અંગ્રેજીમાં વિશાલ અને જમણા હાથમાં ‘મા' ત્રોફાવેલ છે. યુવાનના મોત પાછળનું કારણ જાણવા પી.એમ.રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. જો કોઇ આ યુવાનના વાલી વારસ હોઇ તો કુવાડવા પોલીસ સ્ટેશન ફોન નંબર ૬૩પ૯૬ ર૭૪ર૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(2:52 PM IST)










