તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Thursday, 31st October 2024
‘અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સ'ની નવી ઓફિસની મુલાકાત લેતા સંતો-મહંતો અને સામાજિક અગ્રણીઓ

રાજકોટઃ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સની નવી ઓફિસના પ્રારંભ પ્રસંગે તાજેતરમાં સોખડા સ્વામીનારાયણ સંપ્રદાયના ગાદીપતી અને પુજ્ય હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી પુજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી તેમજ રાજકોટની આત્મીય સંકુલનાં વડા અને અભયભાઈના પરમ સ્નેહી એવા પુજ્ય ત્યાગવલ્લભ સ્વામીની ઓફિસની મુલાકાત લીધી હતી. પુજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીએ અંશભાઈને આર્શીવાદ આપતાં વકીલાતને સેવાનું માધ્યમ બનાવવા સુચન કરેલ હતું. વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના, ભુપેન્દ્રરોડ સ્થિત, જુના સ્વામીનારાયણ મંદિરનાં કોઠારી એવાં પુજ્ય રાધારમણે સ્વામી તેમજ બાલાજી હનુમાન મંદિરનાં કોઠારી પુજ્ય વિવેક સ્વામીની પણ ઓફિસ ખાતે અંશભાઈને શુભાશીષ આપેલ હતા. પુજ્ય સંતોએ અભયભાઈને યાદ કરતાં જણાવેલ હતું કે, ‘અભયભાઈની ખોટ ફક્ત ભારદ્વાજ પરીવારને નહીં પરંતુ સમગ્ર હિંદુ સમાજને થઈ છે'. ઉપરાંતમાં કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટનાં અઘ્યક્ષ અને પાટીદાર સમાજનાં મોભી એવાં નરેશભાઈ પટેલ પણ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સની નવી ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.અંશભાઇને તેમના મિત્ર અભયભાઈને યાદ કરતા નરેશભાઈએ જણાવેલ હતું કે, ‘અભયભાઈ સર્વ સમાજને સ્વીકળત વ્યકિતત્વ ધરાવતા હતા, જેઓએ હિંદુ સમાજના ઉત્કર્ષ માટે ખુબ મોટું યોગદાન આપેલ હતું'. સાથે અભયભાઈ નીચે પાટીદાર સમાજનાં વકીલો સહિત દરેક સમાજનાં વકીલો તૈયાર થયાનો ઉલ્લેખ કરતાં જણાવેલ હતું કે, ‘અભયભાઈ દ્વારા પ્રસરેલું જ્ઞાન આજે વકીલાતનાં ક્ષેત્રમાં કાર્ય૨ત સમાજનાં દરેક ક્ષેત્રમાં ઉપયોગી થઈ રહ્યું છે'. અંશભાઈને પિતાએ ચીંધેલા માર્ગ પર ચાલવાની સલાહ આપતા નરેશભાઈએ ઓફિસની સફળતાની મનોકામના પ્રગટ કરી હતી.
(3:45 PM IST)










