તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
જલારામ જન્મોત્સવનું પૂ. જયરામદાસજી મહારાજને નિમંત્રણ

રાજકોટમાં જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા તા. ૮ ના શુક્રવારે પૂ. જલારામ બાપાની વિશાળ શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન થયુ છે. આ પ્રસંગ અંતર્ગત ગોંડલ રામજી મંદિરના મહંતશ્રી જયરામદાસજી મહારાજને ભાવસભર નિમંત્રણ પાઠવાયુ હતુ. પૂ. જયરામદાસજીના હસ્તે જ ઉદ્દઘાટન કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાશે. સમિતિના આગેવાનોએ ગોંડલ રામજી મંદિરની મુલાકાત લીધી હતી.
જેમાં રમેશભાઇ ઠકકર, પ્રવિણભાઇ કાનાબાર, અશોકભાઇ હિન્ડોચા, મેહુલભાઇ નથવાણી, અશ્વિનભાઇ તથા રાજેશભાઇ મીરાણી, ઉધ્ધવ કાનાબાર વગેરે સાથે જોડાયા હતા. તે સમયની તસ્વીરો નજરે પડે છે.
(3:45 PM IST)










