<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

સાધુ વાસવાણી રોડ ખાતે જલારામ જયંતિ ઉજવાશે

રઘુકુળ યુવા ગ્રૃપ અને જલારામ સેવા સમિતિ દ્વારા મહાઆરતી-મહાપ્રસાદનું આયોજન

રાજકોટ : રઘુકુળ યુવા ગ્રૃપ દ્વારા અકિલા રઘુવંશી બીટસ ગ્રાઉન્‍ડ, સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસની સામે તા. ૮-૧૧ ના પૂ. જલારામબાપાની રરપ મી જન્‍મજયંતિની ધામધુમથી ઉજવવામાં આવશે.  આ પ્રસંગે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે. જયાં રોટલાનો ટુકડો, ત્‍યાં હરિ ઢુકડો.. અન્નદાનનો અપરંપાર મહિમા સમગ્ર વિશ્વમાં ગુંજતો કરનાર પૂ. જલારામ બાપાની રરપ મી જન્‍મજયંતી છે ત્‍યારે સમગ્ર રાજકોટ અને સૌરાષ્‍ટ્રમાં જલારામ જયંતીની ભવ્‍ય દિવ્‍ય ઉજવણી કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાવિકોમાં ભારે હર્ષોલ્લાસ છવાયો છે.  ભોજન અને ભજનની અહાલેક સમગ્ર વિશ્વમાં જગાડનાર, આપણા સૌના પરમ શ્રધ્‍ધૈય, પ્રાતઃ સ્‍મરણીય, સંત શીરોમણી જલારામ બાપાના રરપમાં પ્રાગટય પર્વના ભકિતમય, ભાવભીના ઉતસવની રઘુકુળ યુવા ગ્રૃપ તથા જલારામ સેવા સમિતિના સથવારે સંતો, મહંતો, વડીલો તેમજ સર્વધર્મ, સર્વજ્ઞાતિ, સર્વ સંપ્રદાયના સથવારે ઉજવણી કરવામાં આવનાર છે.  જાહેર આમંત્રણ અપાયું છે.  તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મિતેશ રૂપારેલીયા, ચંદુભાઇ રાયચુરા, સાગરભાઇ તન્ના, જયદેવભાઇ રૂપારેલીયા, નૈનેષભાઇ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, સાગરભાઇ કક્કડ, લાલુભાઇ ઘીયા, વિવેકભાઇ રૂપારેલીયા નજરે પડે છે. વિશેષ માહિતી માટે જયદેવભાઇ રૂપારેલીયા (મો. ૯૩ર૭૭ ૦૬૭૦૭) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:46 PM IST)