તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
રોઝરી શાળામાં દિવાળીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી

રાજકોટ : રોઝરી સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કેજી થી ધો ૧૨ ના વિધાર્થીઓ માટે દિવાળીના પર્વને અનુરૂપ અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.શાળાના વિદ્યાર્થીઓમાં રહેલ સર્જનાત્મક શક્તિઓ બહાર આવે તેમજ યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તેવા શુભાશય થી અલગ અલગ પ્રવળત્તિઓ કાર્ડ મેંકિંગ,રંગોળી સ્પર્ધા,દીવા અને આરતી થાળી ડેકોરેશન વગેરે યોજવામાં આવેલ હતી.વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવળત્તિઓ દ્વારા દિવાળીની ભાવના દર્શાવી હતી.દિવાળી ઉત્સવ ની દરેક પ્રવળત્તિ માં પ્રથમ દ્વિતીય અને તળતીય નંબર પર વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવેલ હતા. ઉપરાંત આ વિશેષ અવસરે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ દિવાળી પર્વને અનુરૂપ અદ્વુત નોટિસ બોર્ડ તૈયાર કરી, શાળાને ફૂલોની પેટર્ન, દીવાઓ તથાડોર હેંગર્સથી ડેકોરેશન કર્યું હતું.
(3:47 PM IST)










