તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
દિવાળી-નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા રામભાઇ મોકરીયા

રાજકોટ : સંસદસભ્ય (રાજ્યસભા) રામભાઈ મોકરીયાએ દિવાળીનાં તહેવાર નિમિત્તે તમામ લોકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવી છે. દિવાળીએ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે.દિવાળીનો તહેવાર ભારત અને બીજા ઘણા દેશોમાં જ્યાં ભારતીય લોકો રહે છે ત્યાં ખૂબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દીપાવલીને દીપના ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળી ભારતમાં બધી જગ્યાએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે શ્રી રામ રાવણને હરાવીને ૧૪ વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી અયોધ્યા પાછા ફર્યા હતા.
ભગવાન રામના આગમનની આનંદિત થયેલી અયોઘયાની પ્રજાએ દિવાઓ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યુ હતુ. આખુ અયોધ્યા નગર રોશનીથી ઝગમગી ઉઠયુ હતુ. ત્યારથી દર વર્ષે હિન્દૂ સંસ્કળતિમાં આ દિવસ દિવાળીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. લોકો આજે પણ આ તહેવાર આનંદ સાથે ઉજવે છે. દિવાળીનો ઉત્સવ બાળકો, યુવાનો અને વળદ્ધ બઘા માટે આનંદનો તહેવાર છે. શાળાઓ, કોલેજો અને કચેરીઓમાં પણ દિવાળી ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દિવાળીમાં લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે, ઘણી ભેટો અને મીઠાઈઓ આપે છે.
સંસદસભ્ય (રાજ્યસભા) રામભાઈ મોકરીયાએ દીપાવલી પર્વમાં તમામ લોકોનાં જીવનમાં સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમળદ્ધિ અને સદભાવના ની જ્યોત ઝગમગતી રહે, તમામ પરિવાર સંપૂર્ણ આનંદમાં રહે તથા રોશનીનો ઉત્સવ તમામ પરિવારના જીવનને વધુ ઙ્કકાશિત કરે એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે.
(3:48 PM IST)










