તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Thursday, 31st October 2024
‘પ્રભુ હાઇટસ' ને લકઝુરીયસ રહેણાંકનો ગૌરવવંતો એવોર્ડ
નામાંકીત બિલ્ડર રાજુભાઇ પોબારૂ અને દિશીતભાઇ પોબારૂના કેન્દ્રના કેબિનેટ મિનિસ્ટર અને ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલજીના હસ્તે અદ્્કેરૂં સન્માનઃ ‘ધ મોસ્ટ એફોર્ડેબલ લકઝુરીયસ રેસીડેન્સીયલ બિલ્ડીંગ' તરીકે ‘પ્રભુ હાઇટસ' પ્રોજેકટે સમગ્ર રાજકોટમાં ડંકો વગાડી દીધોઃ લોકોનો ધસારો

રાજકોટ તા. ૩૧ :.. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે એક થી એક ચઢીયાતા નમૂનારૂપ રેસીડેન્સીયલ-કોમર્શીયલ પ્રોજેકટો માટે રાજકોટ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે અને તમામ ક્ષેત્રે રાજકોટનો વિકાસ અને પ્રગતિ જેટ ગતિએ થઇ રહ્યા છે.
વર્તમાન સમયમાં સમગ્ર રાજકોટ સડસડાટ દોડી રહ્યું છે ત્યારે રાજકોટના નામાંકીત અને ટોચના બિલ્ડર-ડેવલપર શ્રી રાજુભાઇ પોબારૂ અને શ્રી દિશીતભાઇ પોબારૂના પ્રિમિયમ, આકર્ષક, ભવિષ્યમાં ખરા અર્થમાં રોકાણ ઉગી નીકળે અને જયાં રહેવાનો એક અનેરો આનંદ મળે તેવા પ્રોજેકટ ‘પ્રભુ હાઇટસ' ને રજવાડી રહેણાંકનો ગોૈરવવંતો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
કેન્દ્રના જલશકિત મંત્રાલયના કેબિનેટ મિનિસ્ટર અને ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલજીના હસ્તે પ્રભુ ગ્રૂપ રાજકોટના ચેરમેનશ્રી રાજુભાઇ પોબારૂ (મો. ૯૮૨૪૦ ૪૦૫૫૯) તથા યુવા મેનેજીંગ ડીરેકટર શ્રી દિશિતભાઇ પોબારૂ (મો.૯૮૨૪૩ ૧૫૯૭૦) ને ‘ પ્રભુ હાઇટ્સ' પ્રોજેકટ માટે ‘ધ મોસ્ટ એર્ફોર્ડેબલ લકઝુરીયસ રેસીડેન્સીયલ બિલ્ડીંગ' નો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
રાજકોટના જામનગર રોડ, વર્ધમાન નગર, ઘંટેશ્વર, નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પાસે આવેલ અને રેસીડેન્સીયલ પ્રોજેકટમાં સમગ્ર રાજકોટમાં ડંકો વગાડી દેનાર પ્રભુ હાઇટસ ના મુખ્ય આર્કીટેકટ તરીકે રાજકોટ ના અગ્રણી આર્કીટેકટ શ્રી દિપકભાઇ નથવાણી સતત કાર્યરત છે. પ્રભુ હાઇટસ ખાતે લોકોનો- રોકાણકારોનો સતત ધસારો જોવાઇ રહ્યો છે.
(3:54 PM IST)










