તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
વિશ્વકર્મા વિશ્વના દીપોત્સવી વિશેષાંકનું ડે.કલેકટર આરઝુબેન ખંભાયતાના હસ્તે વિમોચન

રાજકોટ : રમ્ય પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કલા-કારીગરી, કૌશલ્ય અને સાહિત્યને ઉજાગર કરતા એક માત્ર મલ્ટી મીડિયા મેગેઝીન વિશ્વકર્મા વિશ્વના ર૦ર૪ના દીપોત્સવી વિશેષાંકનું વિમોચન સુરેન્દ્રનગર જીલ્લાના નવ નિયુકત ડેપ્યુટી કલેકટર શ્રી આરઝુબેન અલ્કેશભાઇ ખંભાયતાના હસ્તે તેમની કચેરીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી અખિલ વિશ્વર્મા સુથાર સંઘના અધ્યક્ષ અને રાજકોટની કન્યા છાત્રાલયના ટ્રસ્ટી યોગીનભાઇ છનિયારા, અલ્કેશભાઇ ખંભાયતા (સી.એ. સચિવાલય-ગાંધીનગર), તેમજ વિશ્વકર્મા વિશ્વના તંત્રી શ્રી પ્રવીણ ગજજર ઉપસ્થિત રહયા હતા. વિશ્વકર્મા વિશ્વના દીપોત્સવી અંકનું વિમોચન કર્યા બાદ શ્રી આરઝુબેન ખંભાયતાએ પ્રતિભાવ વ્યકત કરતા કહયું કે, વિશ્વકર્મા વિશ્વ દેશ-વિદેશના સમાજોને એક તાંતણે બાંધવાની સાથોસાથ વિヘકર્મા પરિવારમાં રહેલી કલા-કારીગરી, કૌશલ્ય અને સાહિત્યને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરી રહયું છે. વિશ્વકર્મા વિશ્છનો વ્યાપ દિન પ્રતિદિન વધતો રહે તેવી શુભેચ્છા પણ વ્યકત કરી હતી. અને સૌને દીપોત્સવી પર્વની શુભેચ્છા વ્યકત કરી હતી. ૨૦૦૪માં પુ. મોરારિબાપુના હસ્તે વિશ્વકર્મા વિશ્વનો પ્રારંભ થયા બાદ વિશ્વકર્મા વિશ્વ દર વર્ષે દીપોત્સવી વિશેષાંક પ્રગટ કરતું રહયું છે. આ વર્ષે પણ સંપુર્ણ એક આર્ટ પેપરમાં ૧૦૮ પાનાનો દીપોત્સવી વિશેષાંક તૈયાર કરાયો હતો. જેનું શ્રી આરઝુબેનએ ખંભાયતાએ વિમોચન કર્યું હતું. વિશ્વકર્મા વિશ્વના દીપોત્સવી વિશેષાંકમાં સુપ્રસિદ્ધ લેખકો નીતિન વડગામા, ગીતા માણેક(મુંબઇ), આશુ પટેલ (મુંબઇ), શ્રી જોરાવરસિંહજી જાદવ, નટવર આહલપરા, પલ્લવી જીતેન્દ્ર મિષાી, ડો. વિષ્ણુ પ્રજાપતિ, અમુલ પરમાર, દિનેશ પંચાલ, દિનેશ ગજજર સહિતના લેખકોની કલમ રજુ કરવામાં આવી રહી હોવાનું યાદીમાં જણાવાયું છે. વિશ્વકર્મા વિશ્વ રમ્ય પબ્લીકેશન ૩ર૦-હીરાપન્ના, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેથી તેમજ જાણીતા રાજેશ બુક સ્ટોલ પરથી પણ ઉપલબ્ધ છે. વિશેષ માહિતી માટે પ્રવીણ ગજજર - ૯૦૯૯૯ ૪૯૫૬૫.(
(3:56 PM IST)










