તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
રૈયા ચોકડી પાસેના બિલેશ્વર મંદિરે તા.૮ ના જય જલીયાણનો નાદ ગુંજશે
પૂ. બાપાની ૨૨૫ મી જન્મ જયંતિ નિમિતે બપોરે મહાપ્રસાદ : રઘુવંશી મિત્ર મંડળનું આયોજન

રાજકોટ તા. ૩૧ : રઘુવંશી મિત્ર મંડળ વોર્ડ નં. ૧ દ્વારા તા. ૮ ના શુક્રવારે રૈયા ચોકડી પાસે, જે.એમ.સી.નગર મેઇનરોડ પર આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરે પૂ. જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતિની ધામધુમથી ઉજવણીનું આયોજન કરાયુ છે.
લોહાણા પરિવારજનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયુ છે. સતત ૯ માં વર્ષે જ્ઞાતિ ભોજન અને મહાઆરતીનું આયોજન થયુ છે. સમગ્ર વિસ્તાર જય જલીયાણના નાદથી ગુંજી ઉઠશે. તા. ૮ ના શુક્રવારે સવારે ૧૦.૩૦ વાગ્યે મહાઆરતી થશે. બાદમાં બપોરે ૧૧ થી ૨.૩૦ સુધી લોહાણા જ્ઞાતિજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા રઘુવંશી મિત્ર મંડળ વોર્ડ નં. ૧ ના સર્વશ્રી અન્નાભાઇ તન્ના, બીપીનભાઇ નથવાણી, ભાવેશભાઇ પતાણી, બીપીનભાઇ પુજારા, ઉમેશભાઇ કોટેચા, મહેન્દ્રભાઇ ઉનડકટ, કેતનભાઇ સુચક, દિપેનભાઇ સુચક, સમીરભાઇ સોનપાલ, પ્રથમભાઇ રાજદેવ, કૃણાલભાઇ પુજારા, નવિનભાઇ લાખાણી, જયમીનભાઇ પોપટ, રમેશભાઇ જોબનપુત્રા, નવીનભાઇ જોબનપુત્રા, પ્રકાશભાઇ મશરૂ, કિશોરભાઇ સિરોદરીયા, રાજુભાઇ રાજાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને નિમંત્રણ પાઠવતા રઘુવંશી મિત્ર મંડળ વોર્ડ નં. ૧ ના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:56 PM IST)










