તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
લોખંડી પુરૂષ સરદારની જન્મજયંતી અને ઇન્દિરાજીની પુણ્યતિથિ નિમિતે શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી

રાજકોટઃ અખંડ ભારતના એકતાના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯ મી જન્મ જયંતી નિમિત્તે અને ઇન્દિરાજી ની પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેસકોર્સ ખાતે લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને અને યુનિવર્સિટી રોડ પર ઇન્ડિયા સર્કલ ખાતે ઇન્દિરા ગાંધી ની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હારતોરા કરી સરદાર અમર રહો ઇન્દિરાજી અમર રહોના ગગન ભેદી નારા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, ધરમભાઈ કાંબલીયા, ડી પી મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, ગીરીશભાઈ પટેલ, રાહુલ સોલંકી, ગજેન્દ્રસિંહ ઝાલા, જયંતીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ બોરડ, લાખાભાઈ ઊંધાડ, શાંતાબેન મકવાણા, સલીમભાઈ કારિયાણી, ઠાકરશીભાઈ ગજેરા, જીતુભાઈ ઠાકર સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
(3:58 PM IST)










