<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

દિવાળી આવી સફાઇ લાવી : દૈનિક કચરામાં ૧૦૦ ટન વધારો

ઘર તથા ઓફીસોમાં સાફસુફી કરાઇ સામાન્‍ય દિવસોમાં ૭૨૦ ટનની બદલે હાલ ૮૨૦ ટન કચરાનો નિકાલ : ટિપરવાન, ટ્રેકટર, ડમ્‍પર તથા જેસીબીના ફેરા વધ્‍યા

રાજકોટ, તા. ૩૧ :  દિવાળીના તહેવાર  પર લોકો ઘરો અને ઓફિસમાં સાફસફાઇ અને કલર કરવાનું કામ કરે છે, જેને લીધે છેલ્લા ૧૦ દિવસથી પ્રતિદિન સરેરાશ ૧૦૦ ટન કચરાનો નિકાલ વધી ગયો છે. સામાન્‍ય દિવસોમાં ૭ર૦ ટનની જગ્‍યાએ હાલ છેલ્લા ૧૦ દિવસથી ૮ર૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

પ્રકાશ પર્વ એટલે કે દિવાળીના તહેવાર પર લોકો ઘર-ઓફિસોની સફાઇ કરે છે. જુની અને નકામી વસ્‍તુઓ કે જે આખા વર્ષ દરમિયાન નકામી ઘરમાં પડી રહી છે તેને પણ બહાર કાઢી નાખે છે. જેમાં મોટા ભાગે કપડા રમકડા, બગડી ગયેલી વસ્‍તુઓને ફેંકી દે છે. એક મહિલા પહેલાથી જ ઘરોમાં સફા-સફાઇનું કામ લોકો શરૂ કરી દે છે જે છેક દિવાળીના અંતિમ દિવસો સુધી ચાલુ રહેશે છે. મોટાભાગના લોકો સફાઇ પછી ઘરોમાં કલર કામ પણ કરતા હોવાથી આ દિવસોમાં કલરનું વેચાણ પણ વધી જાય છે. ચાલુ વર્ષે પણ છેલ્લા પંદર દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજ કલકેશનના આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્ય ોછે. સામાન્‍ય દિવસોમાં શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં સમગ્ર વિસ્‍તારોમાંથી પ્રતિદિન ૭ર૦ ટન કચરો એકત્રિત થાય છે. જેને પાલિકાના સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે. જો કે હાલ દિવાળી પર લોકો દ્વારા ઘરો અને ઓફિસો સાફ-સફાઇ કરવામાં આવતા છેલ્લા ૧૦ દિવસથી સરેરાશ ૮ર૦ ટન કચરોનો નિકાલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છેકે ડોર ટુ ડોર ગાર્બેજ સિસ્‍ટમ થકી પાલિકા દ્વારા એકત્રિત કરવામાં આવેલો કચરો સાઇટ પર સાયન્‍ટિફિક રીતે પ્રોસેસ કરવામાં આવે છે. જેમાં ભીના કચરામાં અલગથી સિસ્‍ટમ પાલિકાએ તૈયાર કરી છે.

(4:29 PM IST)