<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

મનસુખભાઇ છાપિયા ટાઉનશીપના લાભાર્થીઓ સાથે દિવાળીની ઉજવણી કરતા ભાનુબેન બાબરીયા

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા દિવાળી પર્વની ઉજવણી નાગરિકો વચ્‍ચે ઉજવવાના આયોજન અંતર્ગત આજે તા.૩૧-૧૦-૨૦૨૪, ગુરુવારના રોજ દિવાળી પર્વ નિમિતે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા વોર્ડ નં.૧૨માં આવેલ શ્રી મનસુખભાઈ છાપિયા ટાઉનશીપ, પુનીતનગર, ૮૦ ફૂટ રોડ, તપન હાઈટ્‍સ એપાર્ટમેન્‍ટની બાજુમાં, વાવડી, રાજકોટ ખાતેના લાભાર્થીઓ સાથે શુભેચ્‍છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહ્યા હતા. શુભેચ્‍છા મુલાકાત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, હાઉસીંગ એન્‍ડ ઇમ્‍પ્રુવમેન્‍ટ અને ક્‍લીયરન્‍સ સમિતિના ચેરમેનશ્રી નીતિનભાઈ રામાણી, એસ્‍ટેટ મેનેજમેન્‍ટ સમિતિ ચેરમેનશ્રી મગનભાઈ સોરઠીયા, પૂર્વ મેયર અને કોર્પોરેટરશ્રી ડો. પ્રદીપભાઈ ડવ, કોર્પોરેટર મિતલબેન લાઠીયા, અસ્‍મીતાબેન દેલવાડીયા, શિક્ષણ સમિતિ સભ્‍ય મનસુખભાઈ વેકરીયા, કિશાન મોરચાના ઉપપ્રમુખશ્રી દશરથસિંહ જાડેજા, અગ્રણીઓ શ્રી દિલીપભાઈ કોટડીયા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, ચેતનભાઈ હિરપરા, વિમલભાઈ રાદડિયા, દિનેશભાઈ ઠુંમર, શ્રી જયભાઈ ગજ્જર,પ્રતિક ખુંટ, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા, સિટી એન્‍જી.અઢીયા, બી.ડી. જીવાણી તેમજ મનસુખભાઈ છાપિયા અને લક્ષમણરાવ ટાઉનશીપના પ્રમુખ, પ્રભારી, મહામંત્રી તેમજ બહોળી સંખ્‍યામાં આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:18 PM IST)