<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

આજી વસાહતના રિક્ષાચાલક શની ચોૈહાણને મિત્ર સમીર બ્‍લોચે છેતર્યોઃ ગૂગલ પેથી બારોબાર રૂપિયા ઉપાડી લીધાઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટઃ આજી વસાહતમાં રહેતાં રિક્ષાચાલકને સદર બજાર હરિહર ચોકમાં તથા ભગવતીપરામાં ઘર ધરાવતાં તેના જ મિત્રએ છેતરી લીધો છે. બંને મિત્રોએ ફાકી ખાઇ સોડા પીધી ત્‍યારે રિક્ષાચાલકે પોતાના ફોનમાંથી ગૂગલ પેથી રૂપિયા ચુકવ્‍યા હોઇ તે વખતે મિત્રએ પાસવર્ડ જોઇ લીધા હોઇ બાદમાં વાત કરવાના બહાને તેણે ફોન લઇ બહાર નીકળી એક છોકરી બહાર આવી હોઇ તેની સાથે વાત કરતાં કરતાં નીકળી જઇ થોડીવાર બાદ પરત આવી ફોન આપતાં તેમાંથી ૩૧ હજારના ટ્રાન્‍જેક્‍શન થયા હોઇ આ બાબતે પુછતાં તેણે પોતે આ પૈસા ઉપાડી લીધા છે પછી આપી દેશે કહી આજ સુધી પૈસા ન દેતાં ઠગાઇનો ગુનો નોંધાયો છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે આજી વસાહત ૮૦ ફુટ રોડ રામનગર આવાસ યોજના ક્‍વાર્ટર બ્‍લોક નં. ૪/૦૫માં રહેતાં રિક્ષાચાલક શની પ્રવિણભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી સદર બજાર હરીહર ચોક ખાડામાં રહેતાં તેના જ મિત્ર સમીર કાસમભાઇ બ્‍લોચ વિરૂધ્‍ધ શનીનો મોબાઇલ ફોન લઇ તેની જાણ બહાર ગૂગલ પેથી બારોબાર ૩૧ હજાર ઉપાડી લઇ પરત નહિ આપ્‍યાનો ગુનો નોંધ્‍યો છે.

શનીએ જણાવ્‍યું છે કે હું મારા માતા સાથે રહું છું અને છેલ્લા બે વર્ષ થી રાજકોટ નાગરીક બેંકની સોરઠીયાવાડી શાખામાં બેંક એકાઉન્‍ટ ધરાવુ છુ, તેમજ એક વર્ષ થી ગુગલ-પેનો ઉપયોગ કરુ છું. ગઈ તા. ૨૨/૦૯/૨૦૨૪ ના રોજ મારા મિત્ર સમીર કાસમભાઈ બ્‍લોચના ઘરે રાજકોટ ભગવતીપરામાં ગયો હતો તે દરમ્‍યાન સમીર તથા હું ભગવતીપરા મેઇન રોડ ઉપર આવેલ ડીલકસ પાનના ગલ્લે સોડા પીવા ગયા હતાં. ં સોડા તથા ફાકીના રૂપિયા ૪૦ થયા હોઇ તે રૂપીયા આપવા મેં ડિલક્‍સ  પાનના સ્‍કેનર કોડમાં ગુગલ-પેથી રૂપીયા ૪૦ ચુકવેલ. તે દરમ્‍યાન મારા મોબાઈલ તથા ગુગલ-પેના પાસવર્ડ સમીરે જોઈ લીધેલ હતાં.

આ પછી અમે બન્ને સમીરના ધરે પરત ગયેલ અને આ દરમ્‍યાન સમીર ના ઘરે એક અજાણી છોકરી આવેલ તે દરમ્‍યાન સમીરે કોઈને ફોન કરવા મારો મોબાઇલ મારી પાસે માંગેલ જેથી મેં મારો મોબાઈલ સમીરને આપેલ અને સમીરે કહેલ કે હું એક ફોન કરીને આવુ તેમ કહી સમીર ઘરની બહાર ગયેલ અને થોડીવાર થતા સમીર ઘરમાં પરત આવેલ નહીં. જેથી હું બહાર જોવા ગયેલ તો સમીર તથા અજાણી છોકરી જોવા મળેલ નહીં જેથી મેં આજુબાજુ તપાસ કરતા બન્ને મળેલ નહી.

એ પછી હું સમીરના સદર બજાર હરીહર ચોક ખાડામાં આવેલ તેના બીજા ઘરે ગયેલ અને ત્‍યા તપાસ કરતા સમીર હાજર મળી આવેલ નહીં જેથી મે સમીરના માતા મેમુનાબહેનને જણાવેલ કે સમીર મારો મોબાઇલ લઇ ગયો છે. જેથી મેમુનાબહેને મને જણાવેલ કે હું તારો ફોન સમીર પાસેથી પરત અપાવી દઈશ. આ પછી હું ત્‍યાથી નીકળી ગયેલ અને ફરીથી ભગવતીપરામાં આવેલ સમીરના ઘરે ગયેલ અને ત્‍યા થોડીવારમાં સમીર તથા તેના માતા મેમુનાબહેન આવેલ અને મેમુનાબહેને મારો મોબાઇલ પરત અપાવી દીધેલ.

જેથી મે મારો મોબાઈલ જોતા તેમા બેટરી લો હોઇ જેથી મોબાઇલ સ્‍વીચ ઓફ થઇ ગયેલ અને ત્‍યારબાદ હું મારા  ઘરે ગયેલ અને મોબાઈલ ચાર્જ કરી મારો મોબાઇલમાં ગુગલ-પે માં જોતા તેમાથી અલગ અલગ ત્રણ ટ્રાન્‍જેકશન થયેલ જેમા પહેલું રૂ. ૫૦૦૦/- તથા બીજુ રૂ.૧૬૦૦૦ તથા ત્રીજુ રૂ. ૧૦૦૦૦  એમ કુલ રૂ.૩૧૦૦૦ મારી જાણ બહાર ઉપડી ગયેલ હોઇજેથી આ બાબતે મે સમીરને વાત કરતા સમીરે કહેલ કે હા મે તારા ગુગલ-પેમાંથી ૩૧૦૦૦ હજાર રૂપીયા ઉપાડી લીધેલ છે. મેં તેની પાસે રૂપિયા પાછા માંગતા તેણે પછી આપી દઇશ તેમ કહેલું. પરંતુ આજ સુધી રૂપિયા ન આપી વિશ્વાસઘાત કર્યો હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં  શનીએ કહેતા બી-ડિવીઝન પીએસઆઇ એસ. એન. શ્‍યોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:49 PM IST)