<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

બજરંગવાડીમાં ધ્‍યાન રાખી ફટાકડા ફોડવાનું કહેતાં શાહીલ સુમરા પર પી. ડી. રાણા સહિત ચારનો ધોકા-ધારીયાથી હુમલોઃ ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ દાખલ કરી

રાજકોટઃ શહેરમાં દિવાળીની રાતે બજરંગવાડીમાં રોડ પર ફટાકડા ફોડી રહેલા શખ્‍સોને ધ્‍યાન રાખવાનું કહેતાં ધોકા-પાઇપથી ચાર શખ્‍સોએ હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસે બજરંગવાડી મોચીનગર-૧માંરહેતાં અને રેલ્‍વે સ્‍ટેશન સામે રસનો ચીચોડો ચલાવી ગુજરાન ચલાવતાં શાહીદ રજાકભાઇ સુમરા (ઉ.વ૨૧)ની ફરિયાદ પરથી પી. ડી. રાણા અને ત્રણ અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

શાહીદના કહેવા મુજબ હું પરિવાર સાથે રહુ છું, મારા પિતા કડીયા કામ કરે છે. દિવાળીનસ રાતે સાડા દસેક વાગ્‍યે હું અને બે મિત્રો અકબર રફીકભાઇ કુરેશી તથા સાહિલ ચનાભાઇ પરમાર બજરંગવાડી સર્કલ ખાતે હતાં. અમે ત્રણેય અકબરના બાઇક પર બેસીને મારા ઘરે બીજી ગાડી લેવા જતાં હતાં. આ વખતે બાઇક અકબર ચલાવતો હતો. હું અને સાહિલ પાછળ બેઠા હતાં. બજરંગવાડી મેઇન રોડ શક્‍તિ પાન પાસે પહોંચતા અવિસ્‍તારના પી. ડી. રાણા તરીકે ઓળખાતો શખે અને બીજા ત્રણ જણા રોડ પર ફટાકડા ફોડતા હોઇ અમે ત્‍યાંથી પસાર થતાં ફટાકડો અમારા વાહન પાસે આવતાં મેં પી. ડી. રાણા અને અજાણયાઓને ધ્‍યાન રાખી ફટાકડા ફોડવાનું કહ્યું હતું અને ત્‍યાંથી નીકળી ગયા હતાં.

બાદમાં મારા ઘરેથી મારુ બાઇક લઇ અમે ત્રણેય ફરી બજરંગવાડી સર્કલ તરફ જવા નીકળ્‍યા ત્‍યારે પી. ડી. રાણા અને ત્રણ અજાણ્‍યા રસ્‍તામાં શક્‍તિ પાન પાસે પાઇપ-ધારીયા લઇને ઉભા રહી ગયા હતાં. અમને ગાળો દેવા માંડતા ના પાડતાં પી.ડી. રાણા ધારીયાનો ઘા મારવા જતાં હું બચવા જતાં મને જમણા હાથના અંગુઠામાં ઇજા થઇ હતી. એ પછી પણ પી.ડી. અને અજાણ્‍યાઓએ મને તથા મારા મિત્રોને ગાળો દીધી હતી. અમે ત્રણેય ત્‍યાંથી નીકળી ગયા હતાં અને મારા કાકાને જાણ કરતાં મને સિવિલમાં લઇ ગયેલ. બાદમાં મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં શાહિદે કહેતાં ગાંધીગ્રામના હેડકોન્‍સ. આર. ટી. વાસદેવાણીએ ગુનો નોંધ્‍યો હતો.

(2:45 PM IST)