<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

રાજકોટ કોર્પોરેશનને ફૂડ સેફટી ઓફીસરની ૪ જગ્‍યા માટે અરજી મંગાવી

તા. ૧૬ સુધી કરી શકાશે અરજીઃ પ્રથમ પાંચ વર્ષ ૪૦,૮૦૦ રહેશે પગાર

રાજકોટઃ  રાજકોટમાં રહેતા અને સારા પગાર વાળી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સેફ્ટી અધિકારીની પણ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફૂડ સેફ્ટી અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની જાણકારી જાહેર કરાઇ છે. જેમાં પ્રથમ પાંચ વર્ષ માટે ૪૦,૮૦૦ નો પગાર નિયત કરાયો છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માં ફૂડસેફ્ટીની જગ્યા 4 જેમાં વય મર્યાદા અરજી કરવાની શરુઆતની તારીખ 30-10-2024 થી અરજી કરવાની છેલ્લી તારીખી 16 નવેમ્‍બર સુધી છે. જે અરજી કરવા http://117.217.104.235/RMCRecruit

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો

આ પોસ્‍ટ માટે  બિનઅનામત 1, આ.ન.વ. 1, સા.શૈ.પ.વ. 1, અનુ.જન.જાતી 1

કુલ 4

(7:45 PM IST)