તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd November 2024
ધોકાની સાંજે મનહરપુર-૧ના પ્રકાશ ઉર્ફ પિન્ટુ લખલાણીને અયોધ્યા ચોકમાં કાવત્રુ ઘડી પાંચ જણાનો છરી-પાઇપથી હુમલોઃ હત્યાનો પ્રયાસ

અઠવાડીયા અગાઉ જીવંતીકાનગરના ચિરાગ ધામેચા વિરૂધ્ધ અરજી કરી હોઇ તેનો ખાર રાખી તૂટી પડયાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટઃ શહેરમાં દોઢસો ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પહેલા ટાઇમ સ્કવેર સામે ફૂટપાથ પર ધોકાની સાંજે એક યુવાન પર કાવત્રુ રચી પાંચ શખ્સોએ છરી પાઇપથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર મનહરપુર-૧ ગામમાં હોલીસ રેડીમેર સ્કૂલ પાસે હતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો પ્રકાશ ઉર્ફ પિન્ટુ રમેશભાઇ લખલાણી (ઉ.વ.૩૫) ધોકાની સાંજે સાડા સાતેક વાગ્યે અયોધ્યા ચોકમાં હતો ત્યારે મનિષ બાબુભાઇ ધામેચા, અમીત બાબુભાઇ ધામેચા, ચિરાગ બાબુભાઇ ધામેચા નામના ત્રણ ભાઇઓ તથા મનિષના પુત્ર મીત ધામેચા (રહે. ચારેય જીવંતિકાનગર ગાંધીગ્રામ) તથા રૂષીરાજ ઉર્ફ આર.સી (ભોમેશ્વર)એ મળી કાવત્રુ રચી છરી, ધોકાથી હુમલો કરી હાથ, બગલ નીચે, પડખામાં, માથામાં, છરી પાઇપના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયો છે.
ગાંધીગ્રામ પીઆઇ કે. જે. કરપડા અને સ્ટાફે પ્રકાશની ફરિયાદ પરથી પાંચેય સામે ગુનો નોંધ્યો છે. અઠવાડીયા અગાઉ પ્રકાશે ચિરાગ ધામેચાના પરિવાર વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોઇ તેમાં આરોપીઓની અટકાયત થઇ હોઇ તેનો ખાર રાખી આ પાંચેયએ એકસંપ કરી કાવત્રુ રચી પ્રકાશને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.
(11:40 AM IST)










