તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd November 2024
મનહરપ્લોટમાં ૮૫ વર્ષના મંજુલાબેન ત્રિવેદીનો સળગી જઇ આપઘાત
વાંકાનેર સોસાયટીમાં ૮૭ વર્ષના નિર્મળાબેન ઝીંઝુવાડીયા દિવા કરતી વખતે દાઝ્યા

રાજકોટઃ શહેરના મનહરપ્લોટ-૫માં રહેતાં મંજુલાબેન હરિપ્રસાદ ત્રિવેદી (ઉ.વ.૮૫)એ ધોકાના દિવસે સાંજે ઘરે કોઇ કારણોસર જ્વલનશીલ પદાર્થ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં એ-ડિવીઝનના એચ. એન. ગઢવીએ કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં જામનગર રોડ પર વાંકાનેર સોસાયટીમાં રહેતાં નિર્મળાબેન મનસુખભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૮૭) ઘરે મંદિરમાં દર્શન કરતી વખતે દિવા કરતાં હતાં ત્યારે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી
(11:42 AM IST)










