News of Sunday, 3rd November 2024
અહિ શુ઼ કામ બેઠા છો? કહી દૂધસાગર રોડ પર ગુલામહુશેન ઉર્ફ અયાન પર શાહબાઝ, આતીફ સહિતનો હુમલોઃ ઢીકાપાટુ મારી છરીથી ઘાયલ કર્યો

રાજકોટઃ નવા થોરાળના આરાધના સોસાયટી મેઇન રોડ હકાભાઇ પાણીવાળાની બાજુમાં રહેતાં ગુલામહુેશન ઉર્ફ આર્યન અહમદભાઇ જુણેજા (ઉ.વ.૧૯)ને ધોકાની રાતે દૂધ સાગર રોડ પર સિદ્દીકી મસ્જીદ સામે કાળુભાઇ ચાવાળાની દૂકાન પાસે હતો ત્યારે શાહબાઝ ઉર્ફ જરી સલિમભાઇ હિંગોરજા, આતીફ ઉર્ફ ત્રણસોબે અને બે અજાણ્યાએ મળી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી તેમજ પડખા પાછળ છરીનો ઘા મારી તેમજ ગાલ, કાનની પાસે પણ છરીથી ઇજા કરતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું.
ગુલામહુશેન ઉર્ફ અયાન અને તેનો મિત્ર ઉમેદ ઓટા પર બેઠા હતાં ત્યારે શાહબાઝ, આતીફ સહિતનાએ આવી અહિ શું કામ બેઠા છો? કહી બોલાચાલી કરી ગાળો દઇ હુમલો કર્યો હતો. થોરાળાના હેડકોન્સ. એન. એસ. ડામોરે ગુનો નોંધ્યો હતો.
(12:21 PM IST)










