તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 4th November 2024
વીરપુરમાં જલારામ બાપાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે: સ્થાનિક વ્યવસ્થા 300 સ્વયંસેવકો સંભાળશે
રવિવારે 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમનાો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું

વીરપુર : સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામબાપાની આગામી રવિવારના રોજ આવતી 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમનાો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું છે. બાપાની જન્મજયંતિનો નિમિતે અત્યારથી જ કિંડીયારાની જેમ ભાવિકોની ભીડ ઉમટી પડી છે.
તારીખ 8મીએ જયંતિ પ્રસંગે પણ લાખો લોકો ઉમટી પડશે. બહારગામ, બહારની રાજયોના પદાયત્રા સંઘો, પદયાત્રિકોએ વિરપુર આવવા પ્રયાણ કરી દીધું છે. તે બધા શોભાયાત્રામાં જોડાશે. સ્થાનિક વ્યવસ્થા 300 સ્વયંસેવકોએ સંભાળી લીધી છે.
જલારામ જયંતી જયંતિની ઉજવણી કરવા વીરપુર વેપારીઓ તેમજ અલગ અલગ મિત્ર મંડળો દ્વારા સમગ્ર વીરપુર ગામને ધજા, પતાકા ઠેરઠેરક માનો લગાવી અને રોશનીથી ઝળહળતું કરી ગોકુળિયું ગામ બનાવવામાં આવ્યું છે. તારીખ 8, શુક્રવારે કારકત સુદ સાતમના દિવસે પુજયબાપાની જન્મ જયંતી ઉજવવાની તડામાર તૈયારીઓને સ્વયંસેવકો દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
(12:20 PM IST)










