તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th November 2024
૧૫૦ રીંગ રોડ માધવ ગેઇટ અંદર સતનામ સોસાયટીના પટમાં જૂગાર રમતાં બે મહિલા સહિત છ પકડાયાઃ તાલુકા પોલીસનો દરોડો

રાજકોટઃ શહેરના દોઢસો ફુટ રીંગ રોડ માધવ ગેઇટની અંદર સતનામ સોસાયટીના ખુલ્લા મેદાનની બાજુમાં પિતૃકૃપા મકાન પાછળ ગલીમાં જાહેરમાં મહિલા પુરૂષ જુગાર રમવા બેઠા હોવાની બાતમી તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ. મહાવીરસ્ંિહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા અને ચીરાગભાઇ કલોકલા, ધારાબેન ચુડાસમાને મળતાં દરોડો પાડી મુકતાબેન ભીખુભાઇ રાઠોડ (ઉ.૬૩-રહે. સતનામ સોસાયટી, માધવ ગેઇટ અંદર), હંસાબેન ડાયાભાઇ ડાવેરા (ઉ.૪૫-રહે. માવધ ગેઇટ અંદર સતનામ સોસાયટી), અજય હરિભાઇ ભેડા (ઉ.૩૫-રહે. ખોડિયાર મકાન નવલનગર-૯), દિલીપ મનજીભાઇ મેણીયા (ઉ.૩૮-રહે. નવલનગર-૯), ઉમર અલારખાભાઇ બ્લોચ (ઉ.૪૦-રહે. કોઠારીયા સોલવન્ટ રસુલપરા-૨) અને વલીમહમદ હાસમાભાઇ નોયડા (ઉ.૪૮-રહે. રસુલપરા-૧)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રોકડા રૂા. ૧૩૫૦૦ અને ગંજીપાના કબ્જે કર્યા હતાં. પીઆઇ ડી.એમ. હરીપરાની રાહબરીમાં એએસઆઇ ડી. સી. જોષી અને સ્ટાફે આ કામગીરી કરી હતી.
(1:07 PM IST)










