<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

બેડી ચોકડીએ બાબરા જાંબરવાડાના એડવોકેટ પ્રશાંત તલસાણીયાની બ્રેઝા સાથે ઇકોના ચાલકે અકસ્‍માત સર્જયોઃ નુકસાનઃ બાળકો સહિતનો બચાવ

 

રાજકોટઃ બાબરાના જાંબરવાડા ગામે રહેતાં એડવોકેટ પ્રશાંત કાંતિલાલ તલસાણીયા (ઉ.વ.૩૦) તા. ૩ના ભાઇબીજના દિવસે સાંજે પાંચેક વાગ્‍યે પોતાની બ્રેઝા કાર જીજે૦૩જેએલ-૦૩૧૭ હંકારી જામનગરથી બાબરા જવા નીકળ્‍યા ત્‍યારે રાજકોટ બેડી ચોકડી પાસે મોરબી રોડ તરફ પહોંચતા ફુલ સ્‍પીડથી આવેલી ઇકો કાર જીજે૧૧સીડી-૯૦૩૯ના ચાલકે અકસ્‍માત સર્જાતા બ્રેઝા કારના બંને દરવાજામાં ઘોબા પડી જતાં ૩૦ હજારની નુકસાની થઇ હતી. કારમાં એડવોકેટ પ્રશાંત તલસાણીયા સાથે તેમના પત્‍નિ શ્રધ્‍ધાબેન, દિકરી યશ્વી (ઉ.૪), દિકરો નિશાંત (ઉ.૯ માસ), નાના ભાઇ રાકેશ તલસાણીયા, ગોૈરવ સહિતના પણ હતાં. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી.

ઇકો કારના ચાલકે પોતાનું નામ એઝાઝ સલિમભાઇ અબડા (ઉ.૩૦-રહે. માણાવદર લક્ષ્મીનગર-૧) જણાવ્‍યું હતું. બી-ડિવીઝન પોલીસને જાણ થતાં એએસઆઇ કે. સી. સોઢાએ ઇકો કારના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

 

(1:02 PM IST)