તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 4th November 2024
રેલનગરમાં ગાળ પોલીસ દૂકાનદાર સહદેવસિંહ પાસે સિગારેટ માંગી માથાકુટઃ તેમના પુત્ર કિર્તીસિંહ પર છરીથી હુમલોઃ પપ્પુ બાવાજી સહિત ત્રણની ધમાલ

રાજકોટઃ રેલનગર વિસ્તાર ઋષીકેશ પાર્કમાં નવા વર્ષના દિવસે એક દૂકાને જઇ એક શખ્સે ગાળ બોલીને સિગારેટ માંગતા દૂકાનદારે ગાળ બોલવાની ના પાડતાં મારામારી કરી હતી. બાદમાં દૂકાનદારના પુત્ર તેને સમજાવવા જતાં તે ગાળો દઇ જતો રહ્યા બાદ બીજા બે શખ્સો સાથે છરી-પાઇપ લઇને આવી આજે તો બાપ-દિકરાને મારી જ નાખવા છે કહી ઝઘડો કરી હુમલો કરતાં દેકારો મચી ગયો હતો.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર રામ પાર્ક-૨ બ્લોક નં. ૮૦માં રહેતાં અને રેસકોર્ષ રીંગ રોડ પર પ્રાઇડ એમ્પાયર નામની ઓફિસમાં શેર બજારમાં ફયુચર, લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતાં કિર્તીસિંહ ઉર્ફ કુલદિપસિંહ સહદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી પપ્પુ બાવાજી અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. કિર્તીસિંહ જાડેજાએ જણાવ્યું છે કે હું તા. ૨ના નવા વર્ષના દિવસે મારા ઘરે હતો ત્યારે મારા પિતાનો ફોન આવેલો કે આપણી દુકાને પપ્પુ બાવાજી માથાકુટ કરે છે, તું જલ્દી આવ. જેથી હું તુરત મારી દુકાને પહોંચ્યો હતો. ત્યારે પપ્પુ મારા બાપુજીને માર મારતો હોઇ મેં તેનો હાથ પકડી લીધો હતો અને તેને સમજાવ્યો હતો કે તું સવારે આવજે જે હશે તે જોઇ લેશું.
પણ પપ્પુ સમજતો નહોતો અને ગાળો બોલતો હોતો. પછી જતો રહ્યો હતો અને દસેક મિનીટ પછી ફરી પાઇપ લઇને અજાણ્યા શખ્સોને સાથે લઇને અમારી ઋષીકેશ પાર્ક પાસે આવેલી દૂકાને આવ્યો હતો. પપ્પુના હાથમાં છરી હતી. આજે તો આ બાપ દિકરાને મારાવા જ છે તેમ કહી ગાળો દઇ હુમલો કરતાં મને માથામાં ઘા ઝીંકતા લોહી નીકળવા માંડયા હતાં. લોકો ભેગા થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં. મેં સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
ઝઘડાના કારણ અંગે મેં મારા પિતાજીને પુછતાં તેમણે કહેલુ કે પપ્પુએ દૂકાને આવી ગાળ બોલીને સિગારેટ માંગતા મેં તેને ગાળ શું કામ બોલે છે? ભાઇ તેમ પુછતાં તેણે વધુ ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી આપણી દૂકાનમાં રહેલો લાકડાનો થડો મારા હાથ પર મારી દીધો હતો. પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાતની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. જાડેજાએ ગુનો નોંધ્યો હતો.
(1:03 PM IST)










