તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th November 2024
ગોકુલધામ સોસાયટીના હોટેલ સંચાલક સાજણભાઇ પર કુટુંબી સાળાનો પુત્ર સાથે મળી હુમલોઃ આંખ નીચે ફ્રેકચરઃ અલગ રહેતી મારી દિકરીને શું કામ મદદ કરો છો? સમાધાન કરવું છે આવો ઘરે કહી હુમલો

રાજકોટઃ ગોકુલધામ સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક જ હોટેલ ચલાવતાં આધેડને તેના કુટુંબી સાળાએ પોતાની દિકરી બાબતે સમાધાનની વાત કરવાના બહાને ઘરે બોલાવી પોતાના દિકરા સાથે મળી છરીથી હુમલો કરી તેમજ મુંઢ માર મારી ફ્રેકચર કરી નાખતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું. આ બનાવમાં ગોકુલધામ સોસાયટી-૬ ગોકુલધામના ગેઇટ પાસે રહેતાં અને નજીકમાં જ વિજય નામે હોટેલ ધરાવતાં સાજણભાઇ હનુભાઇ બાંભા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી ગોકુલનગર-૩માં રહેતાં તેના કોૈટુંબીક સાળા ભુપત નાનજીભાઇ ધોળકીયા તથા તેના પુત્ર કલ્પેશ ભુપતભાઇ ધોળકીયા વિરૂધ્ધ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
સાજણભાઇના કહેવા મુજબ નવા વર્ષના દિવસે રાતે પોણા નવેકવ ાગ્યે હું મારી હોટેલ પાસે ઉભો હતો ત્યારે મારા કુટુંબી સાળા ભુપત ધોળકીયાએ ફોન કરી કહેલુ કે મારી દિકરી ક્રિષ્ના ત્રણેક વર્ષથી અલગ રહે છે તેને તમે બધી સહાય પુરી પાડો છો, જેથી મારી દિકરી બાબતે આપણે સમાધાન કરવું છે, તમે મારા ઘરે આવો તેમ કહેતાં હું ગોકુલનગર-૩માં તેના ઘરે ગયો હતો. જ્યાં મારા સાળાએ તેના ઘરનો દવરાજો ખોલી અંદર બોલાવતાં હું અંદર જતાં જ છરીથી હુમલો કરી દીધો હતો. તેની સાથે તેનો દિકરો કલ્પેશ પણ હતો. આ બંનેએ મળી હુમલો કરી છરીથી પડખા, માથામાં ઇજાઓ પહોંચાડી દીધી હતી. તેમજ મારી સાથે બંનેએ ઝપાઝપી કરતાં જમણી આંખ નીચેમુંઢ માર મારતાં ફ્રેકચર થઇ ગયું હતું. લોહી નીકળતાં ભૂપતભાઇની દિકરી ક્રિષ્ના હાજર હોઇ તેણે ૧૦૮ બોલાવી હતી. બાદમાં હું મધુરમ્ હોસ્પિટલમાં દાખલ થયો હતો.
કુટુંબી સાળા ભૂપતની દિકરી ક્રિષ્ના ત્રણેક વર્ષથી તેનાથી અલગ રહે છે, જેને હું તમામ પ્રકારની મદદ કરતો હોઉ તે ભૂપતને ગમતું ન હોઇ ખા રાખી મને વાત કરવાના બહાને ઘરે બોલાવી પોતાના દિકરા સાથે મળી છરીથી હુમલો કરી તેમજ મુંઢ માર મારી આંખ નીચેના ભાગે ફ્રેકચર કરી નાખ્યુ હતું. તેમ વધુમાં સાજણભાઇએ કહેતાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્સ. એસ. આર. મુળીયાએ ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.
(1:07 PM IST)










