<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

ᅠદિવાળીની રાતે થયેલા ડખ્‍ખાખો ખાર ભાઇબીજીની રાતે ઉતાર્યોઃ ગુલાબનગરમામં સહદેવભાઇ અને તેના સાળાના વાહનોમાં તોડફોડઃ ઘર પર ઇંટ-પથ્‍થરના ઘાઃ વિકાસ ઉર્ફ વિક્કીની ટોળકી સામે આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યો

 

રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ પર ગુલાબનગરમાં એક યુવાન સાથે દિવાળીની રાતે પડોશીને બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી ભાઇબીજની રાતે ટોળકી રચી આ યુવાનના ટુવ્‍હીલર અને તેના બનેવીની રિક્ષામાં તોડફોડ કરી તેમજ ઘર પર પથ્‍થર, ઇંટના ઘા કરી આતંક મચાવતા રાયોટીંગનો ગુનો નોંધાયો છે. ગુલાબનગર-૭ રોલેક્‍સ કારખાના સામે રહેતાં રિક્ષાચાલક સહદેવભાઇ ભેરૂભાઇ મકવાણા (ઉ.વ.૩૪) પર ભાઇબીજની રાતે સાડા અગિયારેક વાગ્‍યે ઘર નજીક રહેતાં વિકાસ ઉર્ફ વિક્કી, તેની પત્‍નિ કાજલ, પિતા દશરથસિંહ, પિત્રાઇ ભાઇ તથા મિત્ર લાલીયો ઉર્ફ મામો અનેત્રણ અજાણ્‍યાએ ગેરકાયદે મંૅડળી રચી ઘર પાસે આવી ઇંટ, પથ્‍થરના ઘા ઘર ઉપર કરી તેમજ લોખડના પાઇપથી અને ઇંટ-પથ્‍થરના ઘા કરી સહદેવભાઇની રિક્ષા જીજે૦૩ડબલ્‍યુ-૪૩૯૩માં તોડફોડ કરી રૂા. ૩૫ હજારનું નુકસાન કરી તેમજ પવનભાઇ સુભાષભાઇ ખાંડેરાવના એક્‍સેસમાં પણ તોડફોડ કરી રૂા. ૧૫ હજારનું નુકસાન કરી ગાળો દેતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. સાખરાએ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ તપાસમાં  ખુલ્‍યા મુજબ દિવાળીના તહેવારમાં સહદેદભાઇના સાળા પવન સુભાષભાઇ ખાંડેરાવને વિકાસ ઉર્ફ વિક્કી સાથે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી ભાઇબીજની રાતે વિકાસ સહિતનાએ ટોળકી રચી આતંક મચાવ્‍યો હતો.

(1:05 PM IST)