<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

નવાગામ પાસે દિવાળીની રાતે બાઇક સ્‍લીપ થઇ જતાં ઘવાયેલા કુબલીયાપરાના રોહન પરમારનું ભાઇબીજે મોતઃ બેસતા વર્ષના દિવસે જ જસદણમાં ઝેર પી લેતાં વલ્લભભાઇ ભાલાળાનો જીવ ગયોઃ પારડી પૂલ પાસે અકસ્‍માતમાં કોઠારીયા સોલવન્‍ટના આશિષ શર્માનું મોતઃ મોરબીના મહેશભાઇ રાઠોડનો ઝેર પી આપઘાત

 

રાજકોટઃ કુવાડવા રોડ નવાગામના પુલ પાસે મેંગો માર્કેટ નજીક દિવાળીની રાતે બાઇક સ્‍લીપ થઇ જતાં  કુબલીયાપરાના રોહન સંજયભાઇ પરમાર (ઉ.વ.૨૭) તથા તેના મિત્રને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. સારવાર દરમિયાન ભાઇબીજની રાતે રોહનનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક એક બહેનથી મોટો અને કુંવારો હતો. તે કરિયાણાની દૂકાન ચલાવતો હતો. દિવાળીની રાતે મિત્ર સાથે ચાંદની હોટેલે જમવા જવા નીકળ્‍યો હતો. ત્‍યારે બંને મિત્રોને અકસ્‍માત નડયો હતો. યુવાન અને એકના એક દિકરાના મોતથી પરમાર-દેવીપૂજક પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં જસદણ  અર્જુનનગરમાં રહેતાં વલ્લભભાઇ દુદાભાઇ ભાલાળા (ઉ.વ.૬૦) અકળ કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં બેસતા વર્ષની ખુશી શોકમાં પરીણમી હતી. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્ર ગામમાં કપડાની દૂકાન ચલાવે છે. કારણ જાણવા જસદણ પોલીસ વધુ તપાસ કરે છે.

ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્‍ટ મચ્‍છોનગરમાં રહેતો આશિષ શર્મા (ઉ.વ.૨૦) પારડીના પૂલ પાસે વાહન અકસ્‍માતમાં ઘાયલ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ તેનું મૃત્‍યુ થયું હતું.

ચોથા બનાવમાં મોરબી લાયન્‍સનગરમાં રહેતાં મહેશભાઇ લાખાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તમામ બનાવમાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે જે તે પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી.

(1:06 PM IST)