News of Tuesday, 5th November 2024
ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી રંજનબાઈ મહાસતીજીનું દેવલોકગમન:બપોરે ૩ વાગે પાલખી યાત્રા
બા.બ્રા.પૂ. શ્રી ઈન્દુબાઈ મહાસતીજીનાં સુશિષ્યા

રાજકોટઃગોં સંપ્ર.નાં સૌરાષ્ટ્ર ના સિંહણ વચન સિધ્ધીકા , તીર્થ સ્વરૂપા ભગવાન તુલ્ય, વિશ્વવિખ્યાત, બા.બ્રા.પૂ. શ્રી ઈન્દુબાઈ મહાસતીજીનાં સુશિષ્યા બા.બ્રા.પૂ. શ્રી રંજનબાઈ મહાસતીજીનું તા. ૪ના રોજ રાત્રે ૧૧:૪૫ કલાકે, ૮૩ વર્ષની વયે, સંથારા સહિત, સમાધિભાવે, શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીથૅધામ, (નાલંદા ઉપાશ્રય), રાજકોટ ખાતે કાળધર્મ પામ્યા છે.
તેમની પાલખી યાત્રા આજે તા.૫ નાં મંગળવારે બપોરે ૩ વાગ્યે નાલંદા તીર્થધામથી નીકળશે. જે પૂ. ઈન્દુબાઈ સ્વામી ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, રાજશ્રી ટૉકીઝ, વિરાણી પૌષધશાળા થઈ રામનાથ પરા પહોંચશે. ભાવિકોએ દર્શન વંદન નો લાભ લેવા વિનંતી છે.
(2:23 PM IST)










