News of Tuesday, 5th November 2024
બે ચોરાઉ બાઇક સાથે ખેરડીના જયેશ દુધરેજીયા અને ગઢકાના રામુ બારૈયાને ક્રાઇમ બ્રાંચે પકડયા
રાજેશભાઇ જળુ, અમીતભાઇ અગ્રાવત, અશોકભાઇ ડાંગરની બાતમીઃ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોરની ટીમની કામગીરી

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાંચે રજાના દિવસોમાં પણ કામગીરી યથાવત રાખી હતી. બે વાહન ચોરીનો ગુનો ઉકેલી બે શખ્સો જયેશ દિલીપભાઇ દુધરેજીયા (ઉ.વ.૨૯-રહે. ખેરડી રાજકોટ) અને રામુ કાંતિભાઇ બારૈયા (ઉ.વ.૩૦-રહે. ગઢકા તા. રાજકોટ)ને ઝડપી લઇ આજીડેમ પોલીસમાં નોંધાયેલા વાહન ચોરીના બે ગુના ડિટેક્ટ કરી બંને પાસેથી હોન્ડા અને બજાજ સીટી હન્ડ્રેડ બાઇક કબ્જે કર્યા હતાં. હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ વી. ડી. ડોડીયા, હેડકોન્સ. દિપકભાઇ ચોૈહાણ, સંજયભાઇ રૂપાપરા, મયુરભાઇ મિયાત્રા, કોન્સ. પ્રદિપસિંહ ચોૈહાણ, વિશાલભાઇ દવે સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના રાજેશભાઇ જળુ, અમિતભાઇ અગ્રાવત અને અશોકભાઇ ડાંગરની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.
(2:17 PM IST)










