<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

શ્‍યામલ ઉપવનના જયેશભાઇ પટેલનું સ્‍પીડવેલ પાછળ સસરાના ઘરે હૃદય રોગના હુમલાથી મૃત્‍યુઃ સસરાનું ચાર દિવસ પહેલા અવસાન થયું હોઇ તેમના ઘરે હતાં

રાજકોટઃ મવડી કણકોટ રોડ પર શ્‍યામલ ઉપવનમાં રહેતાં અને એન્‍જિનીયરીંગ જોબ વર્ક કરતાં જયેશભાઇ નવીનભાઇ પટેલ (ઉ.વ.૫૫) સોમવારે રાતે નવેક વાગ્‍યે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાછળ ફેનીમ્‍સ બી-૪૦૪માં સસરાના ઘરે હતાં ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને નિષ્‍પ્રાણ જાહેર કરવામાં આવતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર છે. ચાર દિવસ પહેલા જ જયેશભાઇના સસરા વલ્લભભાઇ વશરામભાઇ વાછાણીનું અવસાન થયું હોઇ જેથી તેઓ કુટુંબીજનો સાથે સસરાના ઘરે હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:22 PM IST)