<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

કુચીયાદળ પાસે કારનું ટાયર ફાટતાં ઉભી રાખી રસ્‍તો ઓળંગી રહેલા કુવાડવાના મુકેશભાઇ ચોૈહાણનું ખાનગી બસની ઠોકરે મોત

રાજકોટઃ જીવલેણ અકસ્‍માતનો વધુ એક બનાવ કુવાડવા રોડ પરના કુચીયાદળ ગામ પાસે વિવેકાનંદન કોલેજ નજીક ચોથી ઓક્‍ટોબરની વહેલી સવારે સાડા ચારેક વાગ્‍યે સર્જાયો હતો. જેમાં કુવાડવા ગામમાં ભાડાના મકાનમાં રહેતા અને બઝ વે કંપનીમાં ટેક્‍સી ડ્રાઇવર તરીકે નોકરી કરતાં  મુકેશભાઈ મગનભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૮) નામના યુવાન કાર લઇને જતાં હતાં ત્‍યારે વિવેકાનંદ કોલેજ પાસે પહોંચતા કારનુ ટાયર ફાટતાં પોતે કાર સાઇડમાં ઉભી રાખી રસ્‍તો ઓળંગી રહ્યા હતાં તે વખતે ખાનગી ટ્રાવેલ્‍સની બસના ચાલકે ઠોકરે ચડાવી દેતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ થતાં મૃતકના પત્‍નિ હેતલબેન ચોહાણે એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં રાજકોટની ટ્રાવેલ્‍સ બસના ચાલક વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરાવી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક દિકરી છે. બનાવને પગલે પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

 

(7:35 PM IST)