News of Tuesday, 5th November 2024
ચોટીલાના લાખણકા પાસે રિક્ષાએ બાઇકને ઉલાળતાં નવાગામ રંગીલા સોસાયટીના ૨૨ વર્ષના વિજય મકવાણાનું મોત

રાજકોટઃ કુવાડવા રોડ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં વિજયભાઇ વિનુભાઇ મકવાણા (ઉ.વ.૨૨) નામના યુવાનને સોમવારે સાંજે આઠેક વાગ્યે ચોટીલાના લાખણકા પાસે મોટરસાઇકલ હંકારીને જતો હતો ત્યારે રિક્ષાની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર લઇ રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. અહિથી અમદાવાદ લઇ જતી વખતે રસ્તામાં તબિયત બગડતાં ફરી રાજકોટ સિવિલમાં લાવવામાં આવેલ. પરંતુ વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
(2:21 PM IST)










