તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૯ સોમવાર
News of Tuesday, 5th November 2024
ગુજરાત ભાજપના પૂર્વ ખજાનચી, રાજ્યસભાના પૂર્વ સભ્ય, ઓડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્રભાઈ પટેલ (સુરેન્દ્રકાકા)ને ખાસ રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડવા આદેશ આપવામાં આવ્યો

રાજકોટ નાગરિક સહકારી બેંક ની આગામી ચૂંટણી તારીખ ૧૭-૧૧-૨૦૨૪ ના યોજનાર છે ત્યારે સહકાર પેનલના ૨૧ ઉમેદવારોએ કલેકટર ઓફિસ ખાતે કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ ફોર્મ ભર્યા હતા ત્યારે જીમીભાઈ દક્ષિણી, જ્યોતીન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા, શૈલેષભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.સુરેન્દ્રભાઈ પટેલ એટલે સુરેન્દ્રકાકા
તેઓ ગુજરાત ભાજપના ખજાનચી તરીકે વર્ષો સુધી રહ્યા છે, રાજ્ય સભાના સભ્ય હતા અને ઓડાના ચેરમેન હતા.
તેમને ખાસ આ ચૂંટણી લડવા આદેશ આપવામાં આવ્યો છે.
(7:35 PM IST)










