<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

દારૂ શોધી કાઢતાં રાજકોટ પોલીસના આંદ્રેવ ડોગે કિટીપરામાં બે મકાનમાંથી દેશી દારૂ શોધી કાઢયો: એસીપી રાધિકા ભારાઈની રાહબરીમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પીઆઇ ભાર્ગવ ઝણકાત, ડોગ હેન્ડલર સજુભા જાડેજા, કોન્સ.સત્યજીતસિંહ અને ટીમની કામગીરી: કબાટ અંદર બનાવેલા ભોંયરામાંથી દારૂ મળ્યો: કવિતા અને મંજુ સામે ગુનો દાખલ

રાજકોટ: શહેર પોલીસના દારૂ શોધવા માટે સ્પશીયલ ટ્રેનિંગ લીધેલ આંદ્રેવ ડોગે વધુ એક વખત દેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો છે. આ ડોગને સાથે રાખી કીટીપરા વિસ્તારમાં પ્ર. નગર પોલીસે સઘન ચેકીંગ હાથ ધરેલ હતું. અગાઉ પ્રોહીબીશનના કેસો થયા હોઇ તે ઘરો તથા કીટીપરા ખાતે આંદ્રેવ ડોગને લઈ જઈ તપાસ કરતા કીટીપરામાં આવેલ બે અલગ અલગ ઘરમાંથી દેશીદારૂ મળી આવેલ હતો. એક ઘરમાં કબાટની અંદર દારૂ છુપાવવા માટે બનાવેલ ભોયરૂ આંદ્રેવ ડોગ દ્વારા શોધી કાઢવામાં આવેલ હતું. જે બે ઘરમાથી દારૂ મળી આવેલ ત્યા હાજર બંને મહીલાઓ કવીતા વિશાલ વાઘેલીયા, ઉ.વ-૨૨, રહે-ગાયકવાડીની પાછળ, કીટીપરા તથા મંજુ રમેશભાઇ રાઠોડ, ઉ.વ-૫૦, રહે-કીટીપરા સામે ગુનો નોંધી એકમાંથી દેશી દારુ લીટર ૧૯ જેની કી રૂપીયા ૩૮૦૦નો અને બીજા ઘરમાંથી દેશી દારૂ લીટર ૧૨ રૂપીયા ૨૪૦૦નો કબ્જે કર્યો છે

પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા તથા ઈન્ચાર્જ અધિક પોલીસ કમિશ્નર સજજનસિંહ પરમાર તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર પુજા યાદવ તથા મદદનીશ પોલીસ કમિશ્નર રાધીકા ભારાઇની સૂચના અંતર્ગત સર્વેલન્સ સ્ક્વોડની ટીમ તથા ડોગ હેન્ડલર એ.એસ.આઇ સજુભા ઝાલા તથા પો.કોન્સ સત્યજીતસિંહ વિરભદ્રસિંહ જાડેજા સહીત પોલીસ સ્ટાફે આ કામગીરી કરી હતી. 

(3:24 PM IST)