<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

રાજકોટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કર્તા તથા ગંદકી કરનાર સામે કાર્યવાહી: ૨૯ વેપારીઓને રૂ.૮૦૦૦નો દંડ

૧.૫૮ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત: મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કાર્યવાહી

          રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે તા. ૦૪ ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. ૦૪ના ત્રણેય ઝોનમાંથી કુલ ૨૯ આસામીઓ પાસેથી ૧.૫૮       કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ.૮૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

 સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૦૯ આસામીઓ પાસેથી ૦.૪૫  કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૨૧૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૦૭  આસામીઓ પાસેથી ૦.૫૫  કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૧૫૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

          ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૩ આસામીઓ પાસેથી ૦.૫૮  કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૪૩૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર, સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ.

(5:16 PM IST)