News of Wednesday, 6th November 2024
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર નબીરાઓ બેફામ બન્યા:બાઇક સ્ટંટ કરતા ફટાકડા ફોડ્યા
ચાલુ બાઈક પર ફટાકડા ફોડતા હોય તેવો વીડિયો વાયરલ :સામાન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યાં

રાજકોટમાં આવેલા 150 ફૂટ રીંગ રોડમાં પર નબીરાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે.અહીં નબીરાઓએ બાઈક પર સ્ટંટ કરતા કરતા ફટાકટા ફોડ્યા હોવાનું સામે આવ્યું છે.અહીં આ નબીરાઓએ બાઈક પર સ્ટંટ કરીને સામાન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યાં હોવાનું પણ જણાઈ રહ્યું છે. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ નબીરાઓએ પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં નાખ્યા હતાં. નોંધનીય છે કે, રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર નબીરાઓના બેફામ સ્ટંટના કારણે ચિંતાની લાગણી ઉભી થઈ છે. આ નબીરાઓએ બાઈક પર સ્ટંટ કરતી વખતે ફટાકડા ફોડવાનો ખતરનાક કારનામો કર્યા હતા. બાઈક પર ચાલતાં ચાલતાં ફટાકડા ફોડતા એક વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પ્રકારના સ્ટંટના કારણે અન્ય લોકોના જીવને જોખમમાં મૂકાય છે, કારણ કે આવા અભીનયોથી અકસ્માત થવાનો ખૂબ જ ભય રહે છે.
જ્યારે આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઈને અત્યારે લોકોએ ઘટનાને ખુબ જ વખોડી કાઢી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી મળી રહી છે.આ ઘટનાથી એ સ્પષ્ટ થાય છે કે આ પ્રકારની સ્ટંટ સ્પીડિંગ અને ખતરનાક હરકતોનાં પ્રતીક બને છે, આ મામલે કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય છે.અમો આ વાયરલ વીડિઓની કોઈ પુષ્ટી કરતુ નથી.
(12:02 AM IST)










