તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 6th November 2024
સસરાનું અવસાન થયુ હોઇ તેમના ઘરે બેસવા ગયેલા જયેશભાઇ પટેલનું હૃદય બેસી જતાં મોત
હાર્ટએટેક આવતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ શ્યામલ ઉપવનમાં રહેતાં પરિવારે મોભી ગુમાવતાં શોકની કાલીમા

રાજકોટ તા.૬: પરલોકનું તેડુ કયારે અને કેવી રીતે તેમજ કયા સ્થળે આવી જાય તેની માણસને ખબર હોતી નથી. હૃદય રોગના હુમલાના વધુ એક બનાવમાં મવડી કણકોટ રોડ પર શ્યામલ ઉપવનમાં રહેતાં અને એન્જિનીયરીંગ જોબ વર્ક કરતાં જયેશભાઇ નવીનભાઇ પટેલ (ઉ.વ.૫૫) સોમવારે રાતે નવેક વાગ્યે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ ફેનીમ્સ બી-૪૦૪માં સસરાના ઘરે હતાં ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને નિષ્પ્રાણ જાહેર કરવામાં આવ્યા હતાં.
મોભીની ઓચીંતી વિદાયથી પટેલ પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જયેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર છે. ચાર દિવસ પહેલા જ જયેશભાઇના સસરા વલ્લભભાઇ વશરામભાઇ વાછાણીનું અવસાન થયું હોઇ જેથી તેઓ કુટુંબીજનો સાથે સસરાના ઘરે હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(1:58 PM IST)










