<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

લોહાણા સખી મહિલા વૃંદ દ્વારા શનિવારે ઋણ સ્‍વીકાર

સંસ્‍થાના રપ વર્ષ પૂર્ણ : સફળ સુકાની પ્રમોદભાઇ ગણાત્રા અને હંસાબેન ગણાત્રાનું કરાશે સન્‍માન

રાજકોટ : લોહાણા સખી મહિલા વૃંદને સફળતાની રાહ પર રપ વર્ષ પૂર્ણ થતા આગામી તા. ૯ ના શનિવારે સોવેનીયર વિમોચન સાથે ઋણ સ્‍વીકાર સમારોહનું આયોજન કરાયુ છે. સાંજે પ વાગ્‍યે કે.કે. હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજીત આ સમારોહ દરમિયાન સંસ્‍થામાં સેવા આપનાર પ્રમોદભાઇ ગણાત્રા તથા શ્રીમતી હંસાબેન ગણાત્રાનું સન્‍માન કરાશે.  કાર્યક્રમમાં અતિથિવિશેષ પદે રાજકોટ લોહાણા મહાજન-કારોબારી પ્રમુખ ડો. નિશાંત ચોટાઇ, મહાજન મહિલા કન્‍વીનર શ્રીમતી રીટાબેન કુંડલીયા, ગીરીરાજ હોસ્‍પિટલના ડીરેકટર રમેશભાઇ ઠક્કર, આર.સી.સી. બેંકના ડીરેકટર ડો. બીનાબેન પટેલ, એડવોકેટ આશિત સોનપાલ, કોટક સ્‍કુલના પ્રિન્‍સીપાલ શ્રીમતી માલાબેન કુંડલીયા, લોહાણા અગ્રણી શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી તથા શીલાબેન પુજારા ઉપસ્‍થિત  રહેશે. આ અંગેની વિગતો ‘અકિલા' ખાતે વર્ણવતા સંસ્‍થાના પ્રમુખ વીણાબેન પાંધી અને મંત્રી હંસાબેન ગણાત્રાએ જણાવ્‍યું હતું કે લોહાણા જ્ઞાતિની બહેનોમાં રહેલ ટેલેન્‍ટને પ્‍લેટફોર્મ મળી રહે તે હેતુથી તા. ૧૭-૧૦-ર૦૦૧ ના લોહાણા સખી મહિલા વૃંદ રાજકોટની સ્‍થાપના કરવામાં આવી હતી. રપ વર્ષ પૂર્ણ કરવા જઇ રહેલ આ સંસ્‍થાના નેજા હેઠળ અત્‍યાર સુધીમાં બહેનો માટે વાનગી, રંગોળી, હાલરડા, લગ્નગીત, અંતાક્ષરી સ્‍પર્ધા જેવા આયોજનો થયા છે. ઉપરાંત સમુહમાં રાંદલમાતાના લોટા, ગણેશ ઉત્‍સવ, તુલસી વિવાહ જેવા આયોજનો કરાયા છે.  દરમિયાન સૌ પ્રથમ વખત હેમુગઢવી હોલમાં શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ સ્‍વ. ભૂપેન્‍દ્રભાઇ ખખ્‍ખરના નિર્દેશક હેઠળ થયો હતો. સમયાંતરે ૪ યુનિટો લોહાણા સખી વૃંદે ખોલેલ. પ્રથમ મવડી પ્‍લોટમાં યુનિટ-૧ શરૂ કરાયુે. જેનો કાર્યભાર કન્‍વીનર તરીકે રંજનબેન પોપટ અને રંજનબેન કોટકને સુપ્રત થયેલ. જયારે યુનિટ-ર વાણીયાવાડી કન્‍વીનર તરીકે રીટાબેન જોબનપુત્રા કંચનબેન કોટેચાને જવાબદારી સુપ્રત કરાઇ હતી.  યુનિટ નં. ૩- કરણપરાની વાડીમાં રંજનબેન કોટક, હેમાબેન કક્કડ ને સોંપેલ.  યુનિટ નં. ૪ જંકશનની વાડીમાં કાર્યભાર નયનાબેન પાંધી, ભારતીબેન બગડાઇ, જયશ્રીબેન કાથરાણી, રીટાબેન સેજપાલને સોંપેલ.  ર૦૧૦ થી બાળકોના બે યુનિટ ચાલુ કરેલ. જેમાં બાળકોના અભ્‍યાસને લગતા પ્રશ્નો, જનરલ નોલેજ, ડ્રોઇંગ, ગીત, સંગીતના કાર્યક્રમો જેનું ૧ કેન્‍દ્ર જંકશનની વાડીમાં ચાલતુ. જેનો કાર્યભાર અવની માણેક પ્રીતિ સેજપાલ સ્‍વ. ગીતા વસંત, મીરા વસંત સંભાળતા.  બાળકોનું઼ યુનિટ નં. ર કે.કે.વી. હોલમાં બાળકોનો કાર્યભાર એડવોકેટ મીનલ સોનપાલ તથા રેખા નથવાણીએ સંભાળેલ.  બહેનો માટે વાનગી સ્‍પર્ધા, અથાણા, શરબત વિગેરે સ્‍પર્ધાઓ રાખેલ. જેમાંથી આજે ઘણા બહેના ઉર્મિલાબેન રાજાણી ૪૦૦ કિલો અથાણા પરદેશ મોકલે છે. કેટરીંગમાં ઘણા બહેનોને પગભર કરેલ જેમાં સ્‍વ. મીનાબેન નથવાણી, શ્રીમતી નયનાબેન સવાણી અને સારી કામગીરી કરેલ. બહેનો બેંકીંગ સીસ્‍ટમ પણ, સમજાવેલ તજજ્ઞો જે તે વિષયના પ્રવચનો પણ રાખેલ. મેડીકલ કેમ્‍પ. પરીક્ષા અંગે ઇન્‍ટરવ્‍યું અંગે માર્ગદર્શન પણ આપેલ. ર૦૧૬માં વિશ્વ લોહાણા મહાપરીષદ દ્વારા ષષ્‍ટીપૂર્તિ અમદાવાદમાં ઉજવાશે.  તેમાં વિશ્વભરના લોહાણા જ્ઞાતિના બહેનો મંડળોના અહેવાલ મંગાવેલ જેમાં ઉત્‍કૃષ્‍ટ મંડળનો એવોર્ડ લોહાણા સખી મંડળ રાજકોટને મળેલ. કે.કે.વી. હોલમાં ૧૭-૧૦-ર૦૦૧ ના રોજ મંડળનું ઉદ્‌્‌ઘાટને સમયના રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ  જેન્‍તીભાઇ કુંડલીયાના હસ્‍તે કરવામાં આવેલ. દિપ પ્રાગટય હોલના રઘુવંશી શ્રેષ્‍ઠી પ્રમોદભાઇ ગણાત્રાના હસ્‍તે કરવામાં આવેલ.  મંડળના કાર્યના ૧૦ વર્ષ પૂર્ણ થતા સોવીનીયર બહાર પાડેલ તેમજ બહેનો દ્વારા રજૂ કરાયેલ વાનગી અથાણાથી બુક પણ બહાર પાડવામાં આવેલ. સંસ્‍થાના આ કાર્યોમાં હૂંફ તથા સતત માર્ગદર્શન જેન્‍તીભાઇ કુંડલીયા તરફથી મળેલ. ર૦૦૧ થી ર૦ર૪ સુધી નિઃશુલ્‍ક રીતે મહિનામાં ત્રણ પ્રોગ્રામ માટે કે.કે.વી. હોલ આપનાર પ્રમોદભાઇ ગણાત્રા તથા કાર્યક્રમોને ‘‘અકિલા''માં પ્રગટ કરાવવા બદલ શ્રી કિરીટભાઇ ગણાત્રાનો આ તકે આભારે વ્‍યકત કરાયો છે.  દરમિયાન તા. ૯ ના શનિવારે સાંજે પ કલાકે કે.કે.વી. હોલ કાલાવડ રોડ ખાતે પ્રમોદભાઇ ગણાત્રા અને હંસાબેન ગણાત્રાનો સન્‍માન સમારોહ યોજેલ છે. જેમાં મીમીકી આર્ટીસ્‍ટ કીરીટભાઇ જોષી પણ મનોરંજન પીરસશે. કોરોના સમય બાદ મેઇન લોહાણા સખી મંડળ કાર્યરત છે. જેનો કાર્યભાર ચેતનાબેન સવજીયાણી ચેતનાબેન લાલ, દક્ષાબેન રાજદેવ સંભાળી રહ્યા છે. ર૦૦ર થી સાંજ સુધી સર્વજ્ઞાતિના પ૦થી ઉપરના બહેનોનું મંડળ ચાલે છે. જે નિયમિત સાંજે કે.કે.વી. હોલ ખાતે પ્રાર્થના, ભજન તેમજ કરન્‍ટ ટોપીક પર ચર્ચા કરે છે. મહિનાના બીજા અને ચોથા મંગળવારે મંડળના બહેનો મળી છે. આ માટે કે.વી. હોલની સેવા નિઃશુલ્‍ક પુરી પાડવામાં આવે છે. ઉપરોકત તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ સંસ્‍થાની વિગતો વર્ણવતા પ્રમુખ શ્રી વિણાબેન પાંધી (મો. ૯૮રપ૦૯૦૩૦૮) અને મંત્રી શ્રી હંસાબેન ગણાત્રા (મો.૯૪૦૯પ ર૯૦૮૧), શ્રીમતી લતાબેન તન્ના, કુ. કંચનબેન કોટેચા, શ્રીમતી મેનાબેન તન્ના, શ્રીમતી કલ્‍પનાબેન કક્કડ, શ્રીમતી નીલમબેન કોટક, શ્રીમતી નયનાબેન પાંધી તેમજ સંસ્‍થાના કાર્યક્રમોની તસ્‍વીરી ઝલક નજરે પડે છે.(તસ્‍વીરઃસંદીપ બગથરીયા)

(2:53 PM IST)