News of Wednesday, 6th November 2024
લાભ પાંચમે ઓફિસમાં પૂજા કરી કામગીરીનો શુભારંભ કરતા મંત્રી કુબેરભાઇ ડીંડોર

કર્મયોગના પ્રારંભના પર્વ લાભ પાંચમ અને જ્ઞાન પાંચમીના પાવન પર્વ નિમિતે ગુજરાતના શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર સ્થિત પોતાના કાર્યાલય ખાતે ભગવાનની પૂજા કરી કામકાજની શુભ શરૂઆત કરી છે. ગુજરાતના વેપાર - ઉદ્યોગ વધુ ઉન્નતિ પામે અને ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત' તરફ પ્રગતિ સાધવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે એવી સર્વેને શુભકામના તેમણે પાઠવી છે. પૂજન પ્રસંગે મંત્રીશ્રીના અંગત સચિવ શ્રી મેહુલ વસાવા તેમજ અંગત મદદનિશ ચિરાગ પટેલ અને કાર્યાલયના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
(2:53 PM IST)










