News of Wednesday, 6th November 2024
મનપામાં નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયુ : પદાધિકારીઓ - અધિકારીઓ તથા કર્મચારીઓને શુભકામના પાઠવી

રાજકોટ : મહાનગરપાલિકા ખાતે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને નુતન વર્ષ તોહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા, કંચનબેન સિધ્ધપુરા, કેતનભાઈ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર તમામ પદાધિકારીઓ અને અધિકારીઓએ નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
(2:54 PM IST)










