<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

રાજકોટમાં ફુડ ટેસ્‍ટીંગ લેબ બનશેઃ વધુ ૪ અધિકારીની ભરતી કરાશે

મનપામાં ફુડ સેફટી ઓફીસર બનવા ઇચ્‍છુકો તા. ૧૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે

રાજકોટ તા. ૬ :.. મનપામાં ફુડ સેફટી ઓફીસરની ૪ જગ્‍યા ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિન અનામત, અનુ. જનજાતિ, આ. ન.વ., સા. શૈ. ષ તથા દિવ્‍યાંગ પાસેથી અરજી મંગાવવામાં આવી છે. જે માટે છેલ્લી તારીખ ૧૬ નવેમ્‍બર છે. હાલ મનપામાં પ ફુડ સેફટી ઓફીસર કાર્યરત છે. જેમાં નવા ૪ ઉમેરાતા કુલ અધિકારીની સંખ્‍યા ૯ થશે.

આ જગ્‍યા માટે લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, તથા અન્‍ય માહિતી માટે www.rmc.gov.in ઉપર મળી શકશે.

આ અંગે મનપાના સત્તાવાર સુત્રોના જણાવ્‍યા મુજબ ઉપરોકત ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ ફુડ બ્રાન્‍ચમાં મોટા પાયે ભરતી થશે. ભવિષ્‍યમાં આગામી એક વર્ષમાં વોર્ડવાઇઝ ફુડ ઓફીસર મુકાશે. સરકારમાં વોર્ડવાઇઝ બબ્‍બે ફુડ ઓફીસરની માંગણી કરાઇ હતી, પણ સરકારે વોર્ડ વાઇઝ એક જગ્‍યા મંજુર કરી છે. ભવિષ્‍યમાં ફુડ લેબોરેટરી પણ બનશે, પ્‍લોટ માટે સર્વે શરૂ કર્યો છે. રાજકોટના સેમ્‍પલ હાલ બરોડા જાય છે તેમ ગુજરાત તરફના સેમ્‍પલ રાજકોટ આવશે. હાલ કુલ સાત ફુડ ઓફીસરનું સેટ અપ છે તેમાં ચાર જગ્‍યા ખાલી છે.

(4:12 PM IST)