<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલ મેદાનમાં

માધવ દવે, ચંદ્રેશભાઇ ધોળકીયા, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, ભૌમિકભાઇ શાહ, કલ્‍પેશભાઇ ગજ્જર, ચિરાગભાઇ રાજકોટીયા, વિક્રમસિંહ પરમાર, હસમુખભાઇ ચંદારાણા, દેવાંગભાઇ માંકડ, ડો. એન.જે.મેઘાણી, જીવણભાઇ પટેલ, જયોતિબેન ભટ્ટ, કિર્તીદાબેન જાદવ, નવીનભાઇ પટેલ, સુરેન્‍દ્રભાઇ પટેલ, દિપકભાઇ બકરાણીયા, મંગેશજી જોશી, હસમુખભાઇ હિંડોચા, બ્રીજેશભાઇ મલકાણ, લલિતભાઇ વોરા સહિત ૨૧ ઉમેદવારોએ ફોર્મ ભરતા ચોમેરથી શુભેચ્‍છા વર્ષા

રાજકોટ તા. ૬ : રાજકોટ નાગરિક સહકારી બેંક લી.ની તા. ૧૭-૧૧-૨૦૨૪ના યોજાનાર ડિરેકટરોની ચૂંટણીમાં સહકાર પેનલના ૨૧ ઉમેદવારો જાહેર કરવામાં આવ્‍યા છે.

આ ૨૧ ઉમેદવારોની ટીમે ‘અકિલા'ની શુભેચ્‍છા મુલાકાત લઇ વિગતો વર્ણવી હતી.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્‍ય શ્રીમતિ દર્શીતાબેન શાહ અને ઉદયભાઈ કાનગડ, પૂર્વ ધારાસભ્‍ય ટપુભાઈ લીંબાસિયા-ગોવિંદભાઇ પટેલ-પ્રવિણભાઇ માકડીયા, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના કાર્યકારી ચેરમેનજિમ્‍મીભાઈ દક્ષિણી, વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લિ.ના ચેરમેનનિકુંજભાઈ ધોળકીયા, રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણીજ્‍યોતીન્‍દ્રભાઈ મહેતા - નલિનભાઈ વસા, ભારતીય મઝદૂર સંઘના હસુભાઈ દવે, નરેન્‍દ્રભાઇ દવેએ તમામ ઉમેદવારશ્રીઓને વિજયી ભવઃના આશીર્વાદ આપ્‍યા હતા. જે ૨૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેની યાદીમાં ૧) માધવભાઈ દવે ૨) ચંદ્રેશભાઇ ધોળકિયા ૩) દિનેશભાઈ પાઠક ૪) અશોકભાઈ ગાંધી ૫) ભૌમિકભાઈ શાહ ૬) કલ્‍પેશભાઈ ગજ્જર પંચાસરા ૭) ચિરાગભાઈ રાજકોટિયા ૮) વિક્રમસિંહ પરમાર ૯) હસમુખભાઈ ચંદારાણા ૧૦) દેવાંગભાઈ માંકડ ૧૧) ડો. એન. જે. મેઘાણી ૧૨) જીવણભાઈ પટેલ ૧૩) જ્‍યોતિબેન ભટ્ટ ૧૪) કિર્તીદાબેન જાદવ ૧૫) નવીનભાઈ પટેલ ૧૬) સુરેન્‍દ્રભાઈ પટેલ ૧૭) દીપકભાઈ બકરાણીયા ૧૮) મંગેશજી જોશી ૧૯) હસમુખભાઈ હિંડોચા ૨૦) બ્રિજેશભાઈ મલકાણ ૨૧) લલીતભાઈ વોરાનો સમાવેશ થાય છે.

આ તમામ ઉમેદવારોને ગુજરાત રાજ્‍યના બાળ સુરક્ષા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા અને રાજકોટના સાંસદ શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાજી, ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડિયા, પૂર્વ કેન્‍દ્રીય મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ ટેલિફોનિક વિજયી ભવઃના આશીર્વાદ આપ્‍યા હતા.

તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાથી માંડી ચકાસણી સુધીની જવાબદારી  કિરીટભાઇ પાઠક, મયુરભાઈ ભટ્ટે જવાબદારી સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન હંસરાજભાઈ ગજેરાએ કર્યું હતું. આશીર્વચન અને આભારવિધિ નલિનભાઈ વસાએ કરેલ હતી.

ઉમેદવારોની પરિચયની ઝલક જોઇએ તો...

દિનેશભાઇ મનહરલાલ પાઠક : દિનેશભાઇ પાઠક કોમર્સ ગ્રેજ્‍યુએટ છે. તેઓએ રાષ્‍ટ્રીય સ્‍વયં સેવકસંઘમાં રાજકોટ જિલ્લા કાર્યવાહક, કચ્‍છ વિભાગ કાર્યવાહક, પ્રાંત શારીરિક પ્રમુખ, રાજકોટ મહાનગર કાર્યવાહક વગેરેની જવાબદારી નિભાવેલ છે. તેઓ ભૂતપૂર્વ નેશનલ ઇન્‍સ્‍યોરન્‍સના બ્રાન્‍ચ મેનેજર તરીકેની જવાબદારી નિભાવેલ છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્‍ટર તરીકે ફરજ બજાવે છે.

ડો. માધવભાઈ કિશોરભાઈ દવેએ LLM, માસ્‍ટર ઈન જર્નાલિઝમ તથા PHD સુધીનો અભ્‍યાસ કરેલ છે. તેઓ વ્‍યવસાયે વકીલ છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ૩૦ વર્ષથી સક્રિય છે. હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ મહાનગરમાં મહામંત્રીની જવાબદારી સંભાળે છે. અન્‍ય સેવાકીય પ્રવળત્તિ જેવી કે સેતુબંધ ફાઉન્‍ડેશનના મેનેજીંગ ટ્રસ્‍ટી તરીકે જવાબદારી નિભાવે છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્‍ટર તરીકે ફરજ બજાવે છે.

કીર્તિદાબેન અક્ષયભાઈ જાદવ  છેલ્લા ૨૦ વર્ષથી વકીલાતનો વ્‍યવસાય કરે છે. તેણી સેવા ભારતીના કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવે છે. તેણી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્‍ટર તરીકે ફરજ બજાવે છે.

ચંદ્રેશ પ્રવિણચંદ્ર ધોળકિયાએ B.COM તથા CAનો અભ્‍યાસ કરેલ છે. તેઓ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ચાર્ટડ અકાઉન્‍ટન્‍ટસ, રાજકોટના ૨૦૧૬-૧૭માં ચેરમેન તરીકે તથા ૨૦૧૩થી ૨૦૧૫માં ટ્રેઝરર તથા સેક્રેટરીની જવાબદારી નિભાવેલ ચૂકેલ છે. તેઓ વિવિધ સરકારી અને કો-ઓપરેટીવ બેંકોના ઓડિટર તરીકેની જવાબદારી નિભાવેલ છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્‍ટર તરીકે ફરજ બજાવે છે.

અશોકભાઈ મનહરલાલ ગાંધી નિવળત સિવિલ એન્‍જીનીઅર છે. તેઓએ રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘમાં રાજકોટ મહાનગર કાર્યવાહક, રાજકોટ વિભાગ શારીરિક પ્રમુખની જવાબદારી નિભાવેલ છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્‍ટર તરીકે ફરજ બજાવે છે.

મંગેશજી શ્રીરામભાઈ જોશી રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના તળતીય વર્ગ શિક્ષિત પૂર્વ પ્રચારક છે. સંપૂર્ણ પરિવાર સંઘ સમર્પિત છે. ત્રણેય ભાઈઓ પ્રચારક તરીકે નીકળ્‍યા છે. પારિવારિક સ્‍થિતિના કારણે મંગેશજી પરત આવેલ છે. પ્રાકળતિક ખેતી અને ગૌ સંવર્ધનના વિષય પર કામ કરે છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્‍ટર તરીકે ફરજ બજાવે છે.

દીપકભાઈ વેલજીભાઈ બકરાણીયા : B.COM તથા CAનો અભ્‍યાસ કરેલ છે. તેઓ ગુર્જર સુથાર જ્ઞાતિ મોરબીના ટ્રસ્‍ટી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના CA cellના કો-ઓર્ડીનેટર હતા. તેઓ રાજકોટ નાગરિક બેંક મોરબી શાખામાં શાખા વિકાસ સમિતિના સહ-કન્‍વીનર હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્‍ટર તરીકે ફરજ બજાવે છે.

હસમુખભાઈ ઈશ્વરલાલ હિંડોચા  B.COM તથા LLBનો અભ્‍યાસ કરેલ છે. વ્‍યવસાયે જામનગરમાં વકીલ છે. ૨૦૦૯થી ૨૦૨૩ સુધી નવાનગર કો-ઓપરેટીવ બેંકમાં ડિરેક્‍ટર તરીકે ફરજ બજાવી છે. ૨૦૦૬થી ૨૦૧૨ સુધી જામનગર મહાનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવી છે. ૧૯૯૮થી લક્ષ્મણરાવ ઇનામદાર સ્‍મળતિ સમિતિના ટ્રસ્‍ટી છે. ૨૦૧૯થી શ્રી કસ્‍તુરબા વિકાસ ગળહમાં ટ્રસ્‍ટી છે. ૨૦૧૫થી શ્રી સંસ્‍કાર તીર્થ એજ્‍યુકેશનલ એન્‍ડ ચેરીટેબલે ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી છે. છેલ્લા ૩ વર્ષથી ગોઆ શિપ યાર્ડ લિ. (ભારત સરકારનો ઉપક્રમ)માં ઈન્‍ડિપેન્‍ડન્‍ટ ડિરેક્‍ટર તરીકેની ફરજ બજાવે છે.

સુરેન્‍દ્રભાઈ મોતીલાલ પટેલ  રાજ્‍યસભાના સાંસદ રહી ચૂકેલ છે. તેઓ AUDAના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂકેલ છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કોષાધ્‍યક્ષની ફરજ નિભાવેલ છે. તેઓ પાવાગઢ મંદિરના પ્રમુખ ટ્રસ્‍ટી રહી ચૂકેલ છે. તેઓ વનવાસી કલ્‍યાણ પરિષદના પૂર્વ મહામંત્રી રહી ચૂકેલ છે. તેઓ રાષ્‍ટ્રી સ્‍વયં સેવક સંઘમાં ૬ દાયકાથી સ્‍વયં સેવક છે.

જીવણભાઈ જાદવભાઈ જાગાણી સિટીઝન કો-ઓપરેટીવ બેંકમાં ડિરેક્‍ટર તરીકે ફરજ બજાવેલ છે. તેઓ FORGE એન્‍ડ FORG ના ડિરેક્‍ટર તરીકે કાર્યરત છે. તેઓ ગેલેક્‍સી ગ્રુપના માલિક છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં વાઇસ ચેરમેન  તરીકે ફરજ બજાવેલ છે. 

લલિતકુમાર ધીરજલાલ વોરા  ધોરાજી ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રેસિડન્‍ટ તથા રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટીવ બેંકના ડિરેક્‍ટર તથા ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર મંત્રી તરીકે ફરજ બજાવે છે. ધોરાજી નગરપાલિકાના કારોબારી ચેરમેન તથા ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવેલ છે. તેઓ જૈન જાગળતિ સેન્‍ટર-સેન્‍ટ્રલ બોર્ડ મુંબઈના કો-ઓર્ડીનેટર રહી ચૂકેલ છે. 

દેવાંગ પ્રદ્યુમનભાઈ માંકડ કોમર્સ ગ્રજ્‍યુએટ છે. વ્‍યવસાયે ૧૯૯૩થી કમ્‍પ્‍યુટર ટ્રેનિંગ સેન્‍ટર ચલાવે છે. તેઓ પંચનાથ હોસ્‍પિટલ તથા પંચનાથ ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલના ચેરમેન છે. તેઓ પંચનાથ જીવદયા હોસ્‍પિટલના પ્રમુખ તરીકેની ફરજ બજાવે છે. તેઓએ ૨૦૦૫થી ૨૦૧૦ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચુકયા છે. ૨૦૧૬થી ૨૦૨૦ સુધી રાજકોટ શહેર ભાજપ મહામંત્રી તથા ૨ ટર્મ કોર્પોરેટર રહી ચુકયા છે.

ડો. નરસિંહભાઈ જશમતભાઈ મેઘાણી હોમીઓપેથીમાં MD તથા PHD કરેલ છે. હાલ હોમીઓપેથી કન્‍સલ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવે છે. તેઓ દિવ્‍ય જીવન સંઘના પ્રેસિડન્‍ટ તરીકે ફરજ બજાવી ચુકેલ છે. ભારત વિકાસ પરિસદના વાઇસ પ્રેસિડેન્‍ટ રહી ચૂકેલ છે. તેઓ હોમીઓપેથી વૈદ તરીકે બજરંગ મિત્ર મંડળ, જીવન વિકાસ પરિષદમાં ઓનરરી સેવા આપે છે. વર્ધમાન નગર માનનીય સંઘ ચાલાક છે.

નવીનભાઈ બાબરભાઈ પટેલ અભ્‍યાસે M.COM તથા P. D. માલવિયા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવેલ છે. તેઓ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં સરકાર નિયુક્‍ત પૂર્વ સેનેટ સભ્‍ય, સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી વિસ્‍તાર અધ્‍યાપક મંડળના પૂર્વ ઉપપ્રમુખ, ગુજરાત રાજ્‍ય અનુસૂચિત જનજાતિ અધ્‍યાપક મંડળના પૂર્વ ઉપપ્રમુખ રહી ચુકયા છે.

બ્રિજેશ કિરીટભાઈ મલકાણ તેઓ અભ્‍યાસે B.com તથા CA છે. વ્‍યવસાયે  CAની પ્રેકટીસ કરે છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની એસ.વી.પી. રોડ-કેવડાવાડી શાખામાં ૨૦૧૪થી શાખા વિકાસ સમિતિમાં ફરજ બજાવે છે.

ભૌમિક રાજેશભાઈ શાહ અભ્‍યાસ M.COM, LLB, DISA, CA, forensic auditor, certificate course on AI કરેલ છે. વ્‍યવસાયે CA ની પ્રેકટીસ કરે છે.

કલ્‍પેશ મનહરલાલ પંચાસરા (ગજ્જર)  વ્‍યવસાયે મશીનરી પાર્ટ્‍સના ઉત્‍પાદક છે. બાલ્‍યકાળથી રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘમાં સ્‍વયંસેવક છે.

વિક્રમસિંહ જયરાજસિંહ પરમાર આદિ યોગી નોન સ્‍ટિકનો વ્‍યવસાય કરે છે. તેઓ રાજકોટ અપના બજારના પૂર્વ ચેરમેન તથા હાલ ડિરેક્‍ટર છે. હિન્‍દૂ જાગરણ સૌરાષ્‍ટ્ર પ્રાંત કાર્યકારણી સદસ્‍ય છે.

ચિરાગ જેન્‍તીભાઇ રાજકોટીયા તેઓ અભ્‍યાસે MCA છે. તેઓ વ્‍યવસાયે ડિજિટલ માર્કેટિંગ તથા ERP softwareની કંપની ચલાવે છે.

હસમુખભાઈ ભગવાનજીભાઈ ચંદારાણા ટ્રાન્‍સપોર્ટનો વ્‍યવસાય કરે છે. વિશ્વ હિન્‍દૂ પરિષદ-રાજકોટ મહાનગર કાર્યકારી અધ્‍યક્ષ રહી ચૂકેલ છે. રામ ધામ મંદિર-માલિયાસણમાં ટ્રસ્‍ટી તરીકે ફરજ બજાવે છે.

શ્રીમતી જ્‍યોતિબેન ગિરીશભાઈ ભટ્ટ  B.SC કરેલું છે. શ્રી સેવિકા સહકારી મંડળીના પ્રમુખ રહી ચૂકેલ છે. વિશ્વ હિન્‍દૂ પરિષદ મહિલા વિભાગના પૂર્વ કાર્યવાહિકા રહી ચૂકેલ છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા રાજકોટ નાગરિક સહકારી બેંકની સહકાર પેનલના ઉમેદવારો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(4:15 PM IST)